નવી દિલ્હીઃ CG Power and Industrial Solutions: શેર બજારમાં બુધવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના શેરમાં ભારે માત્રામાં કારોબાર થયો છે. ઈન્ટ્રા-ડે કારોબારમાં સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સનો શેર બીએસઈ પર 8 ટકાની તેજી સાથે 516.65 રૂપિયા પર પહોંચી ગયો છે. મુરૂગપ્પા સમૂહની કંપનીનો શેર 516.65 પોતાના રેકોર્ડ 52 વીક હાઈ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ શેર સતત પાંચમાં દિવસે હાઈ લેવલ પર કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન તેમાં 10 ટકાની તેજી આવી છે. જેના પગલે રોકાણકારોને મોટો ફાયદો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરશે કંપની
તાજેતરમાં સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડે કહ્યું કે તે જાપાનની રેનેસા ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડના સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સની સાથે મળી ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરશે. આ યુનિટ 7600 કરોડ રૂપિયાના રોકાણની સાથે સ્થાપિત કરવામાં આવશે. નોંધનીય છે કે રેનેસા એક સેમીકંડક્ટર કંપની છે જે સ્પેશિયલ ચિપ્સ પર ફોકસ્ડ છે. તે 12 સેમીકંડક્ટર સુવિધાઓ સંચાલિત કરે છે અને માઇક્રોકંટ્રોલર, એનાલોગ, પાવર અને સિસ્ટમ ઓન પિચ (એસઓસી) ના ઉત્પાદનમાં એક મુખ્ય પ્લેયર છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 29 ફેબ્રુઆરીએ ભારતની સેમીકંડક્ટર યોજના હેઠળ સંયુક્ત ઉદ્યમની પરિયોજનાને મંજૂરી આપી હતી. 


આ પણ વાંચો- અનિલ અંબાણીએ દેવાળું ફૂંક્યું પણ પુત્ર નિકળ્યો છુપો રૂસ્તમ, બનાવી ₹2000 કરોડની સંપતિ


કંપનીના શેરની સ્થિતિ
સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના શેરમાં છેલ્લા એક મહિનામાં 17 ટકાનો વધારો થયો છે અને આ વર્ષે YTD માં આ શેર 11 ટકા વધ્યો છે. વર્ષભરમાં આ શેર 75 ટકા ઉપર ગયો છે. તો પાંચ વર્ષમાં આ સ્ટોકે 1,031.64 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 45 રૂપિયાથી વધી વર્તમાન 516.65 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.