પહેલા 12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! આ CMના પરિવારને મોટું નુકસાન
Naidu Family Wealth: છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેર (Heritage Foods Shares)માં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે તેનો શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ.578 પર બંધ થયો હતો.
Chandrababu Naidu Family Wealth: આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDPના સત્તામાં આવવાથી અને લોકસભામાં NDAને બહૂમત મળ્યા બાદ નાયડૂ સાથે જોડાયેલી કંપની Heritage Foodsના શેયરોએ સ્ટોર્ક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેના કારણે નાયડૂના પરિવારની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો થયો. જ્યારે હવે હેરિટેજ ફૂડ્સના શેયકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ વાતો વચ્ચે નાયડૂના પુત્ર અને તેમની પત્નીને પણ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.
છેલ્લા પાંચ ટેડ્રિંગ દિવસો દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 20 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે તેના શેર 3 ટકા ઘટીને 578 રૂપિયા પર બંધ થયો. જ્યારે આ શેર ચર્ચામાં હતા ત્યારે માત્ર 12 દિવસમાં તેનું બેઘણું રિટર્ન આપ્યું હતું, પરંતુ છેલ્લા એક મહિનામાં આ માત્ર 61 ટકા સુધીનું જ રિટર્ન આપ્યું છે. આ શેરનું 52 સપ્તાહનું હાઈલેવલ 727.35 રૂપિયા છે અને લો લેવલ 208.20 રૂપિયા પ્રતિ શેર છે.
નાયડૂ ફેમિલી પાસે હેરિટેજના કેટલા શેર?
Heritage Foods Ltdના શેર હોલ્ડિંગ પેટર્નમાં જોઈએ તો જાન્યુઆરી અને માર્ચ 2024 દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂની પત્ની નારા ભૂવનેશ્વરીની પાસે હેરિટેજ ફૂડ્સના સૌથી વધારે 2,26,11,525 શેર છે, જે કંપનીની કુલ ભાગેદારીના 24.37 ટકા છે. જ્યારે ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશની પાસે આ કંપનીના 1,00,37,453 શેર એટલે કે 10.82 ટકા ભાગેદારી છે. તેના સિવાય, તેમની વહૂ અને અન્ય સભ્યની પાસે પણ આ કંપનીમાં ભાગેદારી છે. હેરિટેજ ફૂડ્સમાં પરિવાર પાસે કુલ 3,31,36,005 શેર એટલે કે 35.71 ટકા ભાગેદારી છે.
પાંચ દિવસમાં આટલું થયું નુકસાન
ગત સપ્તાહ દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં લગભગ 21 ટકા એટલે કે 150 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એવામાં જોવામાં આવે તો ચંદ્રબાબૂ નાયડૂની પત્નીને લગભગ 339 કરોડ રૂપિયા અને પુત્ર નારા લોકેશને 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે નાયડૂ પરિવારને કુલ 497 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
માત્ર 12 દિવસમાં 1200 કરોડની કમાણી
243 મેના રોજ હેરિટેજ ફૂડ્સના શેર 354.5 રૂપિયા પર હતો, જે 10 જૂન સુધી 727.9 રૂપિયા પર પહોંચી ગયા હતા. 10 જૂન 2024 સુધી ભુવનેશ્વરી નારાની સંપત્તિ 1631.6 કરોડ રૂપિયા હતા. જ્યારે નારા લોકેશની સંપત્તિ 724.4 કરોડ રૂપિયા હતી. હેરિટેડ ફૂડ્સથી પરિવારની કુલ સંપત્તિ 2391 કરોડ રૂપિયા હતા. એટલે કે પરિવારની સંપત્તિમાં કુલ 12 દિવસમાં લગભગ 1200 કરોડની કમાણી થઈ હતી.