JOB છોડ્યા બાદ PF ઉપાડવામાં થાય છે મુશ્કેલી? તો અજમાવો આ સૌથી સરળ Tips
જો તમે હાલ નોકરી (Job) છોડીને નવી નોકરીમાં જોડાયા છો અને તમારી જુની કંપની તમારા PF ખાતાની જાણકારી અપડેટ નથી કરતી તો તમારે શું કરવું તે જાણી લો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ EPFOના ખાતાધારક PF ખાતાની જાણકારી અપડેટ કરવાનો અધિકાર EPFOએ ખાતા ધારકને (Account Holder) આપ્યો છે. હવે ખાતા ધારક નોકરી બદલવા પર જાતે જ 'ડેટ ઓફ એક્ઝિટ' (Date of Exit)ને ઓનલાઈન અપડેટ કરી શકેશે.
કર્મચારીઓને કઈ મુશ્કેલી પડતી હતી
કોઈ પણ પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં કર્મચારીના પગારનો એક ભાગ PF (Provident Fund) તરીકે કાપવામાં આવે છે. જ્યારે કર્મચારી એજ કંપનીમાં નોકરી કરે છે ત્યાં સુધી તેને PF ખાતાને લગતી કોઈ સમસ્યાઓ આવતી નથી પરંતુ જ્યારે કર્મચારી નોકરી છોડીને બીજી કંપનીમાં જાય છે ત્યારે જુની કંપની જાણકારી અપડેટ કરવામાં કર્મચારીની કોઈ મદદ કરતી નથી. કર્મચારીની આ મુશ્કેલીને મોદી સરકારે હવે પૂર્ણ કરી દીધી છે. 'ડેટ ઓફ એક્ઝિટ' (Date of Exit)ને અપડેટ કરવાનો અધિકાર હવે કર્મચારીને આપી દેવામાં આવ્યો છે.
કેવી રીતે કરશો Date of Exit
PFના ખાતા ધારકો સૌથી પહેલા પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ Member Home Members with authenticated Aadhaar and Bank details seeded against their UAN can now submit their PF Withdrawal/Settlement/Transfer claims online. unifiedportal-mem.epfindia.gov.in પર જઈને UAN અને પાસવર્ડ નાખીને લોગઈન કરે. લોગીન થયા બાદ મેનેજ પર જવું અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરવું ત્યાર બાદ સિલેક્ટ એમ્પલોઝમેન્ટથી PF ખાતા નંબર સિલેક્ટ કરો.હવે ડેટ ઓફ એક્ઝિટ અને રીઝન ઓફ એક્ઝિટ પર ક્લિક કરો. પછી રિક્વેસ્ટ OTP પર ક્લિક કરો ત્યાર બાદ આધારકાર્ડથી લિન્કેડ મોબાઈલ નંબર પર આવેલો OTP નાખો. આમ કરવાથી તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે.
Date of Exit અપડેટ કરવાથી શું થશે ફાયદો
જો તમારી એક્ઝિટ ડેટ અપડેટ ના હોય તો તમે તમારા EPFOના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આ ઉપરાંત ખાતાને પાછળની કંપનીથી નવામાં ટ્રાન્સફર નથી કરી શકતા.પરંતુ હવે EPFOએ ડેટ ઓફ એક્ઝિટ (Date of Exit)કરવાનો અધિકાર કર્મચારીઓને આપી દીધો છે જેથી આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે.આ નિર્ણયથી કર્મચારીઓની મોટી મુશ્કેલીનો અંત આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube