Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા...શોની આ 9 વાતો જાણીને ચોંકશો, પોપટલાલ વિશે આ વાત ખબર નહીં હોય

દિલિપ જોશીએ કર્યું હતું નામ સજેસ્ટ

1/9
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દેશનો મનગમતા કોમેડી શોમાંથી એક છે. દર્શકો તેને ખુબ પસંદ કરે છે. તેના વિશે ઝીણામાં ઝીણી વાત જાણવામાં દર્શકોને રસ હોય છે. આવી જ કેટલીક અજાણી વાતો અમે તમને જણાવીશું. ઘણા લોકોને ખબર નહીં હોય કે સિરિયલમાં બબીતાજીના રોલ માટે મુનમુન દત્તાનું નામ દિલિપ જોશીએ સજેસ્ટ કર્યુ હતું. દિલિપ જોશી અને મુનમુન દત્તાએ 2004માં હમ સબ બારાતીમાં સાથે કામ કર્યુ હતું. 

જેઠાલાલ અને ચંપકલાલ વિશે આ વાત

2/9
image

ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ અને જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે આ વાત પણ રસપ્રદ છે. પિતાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલિપ જોશી કરતા ઉંમરમાં નાના છે. અમિત ભટ્ટ 48 વર્ષના છે જ્યારે દિલિપ જોશી 50 વર્ષના છે. 

દયા અને સુંદર

3/9
image

દયાનું પાત્ર ભજવતી દિશા વાકાણી અને સુંદરનું પાત્ર ભજવતો મયુર વાકાણી રિયલ લાઈફમાં પણ ભાઈ બહેન છે. 

દિશા વાકાણી આ ફિલ્મમાં જોવા મળી હતી

4/9
image

ઐશ્વર્યા રાય અને હ્રિતિક જોશીની સુપરહીટ ફિલ્મ જોધા અકબરમાં દિશા વાકાણી જોવા મળી હતી.

જેનીફર મિસ્ત્રી

5/9
image

મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનીફર મિસ્ત્રી કરાટેમાં  બ્લેક બેલ્ટ છે. લોકડાઉન દરમિયાન તેણે ફરીથી તેમાં પ્રક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. 

અંબિકા રંજનકર

6/9
image

સિરિયલમાં કોમલ હાથીનું પાત્ર  ભજવતી અંબિકા રંજનકર એક્તા કપૂરના શો કસમ સેમાં પણ જોવા મળી હતી.   

મિસ્ટર ભીડે વિશે આ વાત જાણો છો?

7/9
image

સિરિયલમાં માસ્ટર ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવડકરે અભિનય માટે દુબઈમાં સારી નોકરી છોડી દીધી હતી. 

મુનમુન દત્તા અને શાહરૂખ ખાન

8/9
image

બધાના લોકપ્રિય એવા બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ શાહરૂખ ખાન સાથે એક જાહેરાતમાં કામ કર્યું હતું. 

પોપટલાલની ચાઈનીઝ ફિલ્મ

9/9
image

સિરિયલમાં પોપટલાલની ભૂમિકા ભજવતા શ્યામ પાઠકે Lust, Caution નામની ચાઈનીઝ ફિલ્મમાં કામ કર્યું હતું. અભિનેતાએ આ ફિલ્મમાં એક જ્વેલરી દુકાનના માલિકની ભૂમિકા ભજવી હતી.