Chavda Infra IPO: 12 સપ્ટેમ્બરે ઓપન થશે આ ગુજરાતી કંપનીનો IPO,ગ્રે માર્કેટમાં ધમાલ, થઈ શકે છે મોટી કમાણી
Chavda Infra IPO: શેર માર્કેટમાં 12 સપ્ટેમ્બરે ગુજરાત સ્થિત કંપની ચાવડા ઇન્ફ્રાનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપની ગુજરાતમાં રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓ પૂરી પાડે છે.
નવી દિલ્હીઃ આ વર્ષે ઘણી કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા છે. તો આવનારા દિવસોમાં અનેક કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે સારી તક આવવાની છે. ગુજરાતની એક કંપનીનો આઈપીઓ 12 સપ્ટેમ્બરે ખુલવાનો છે. આ કંપની ચાવડા ઇન્ફ્રા (Chavda Infra)છે. આ આઈપીઓ 14 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. ચાવડા ઇન્ફ્રાની પ્રાઇઝ બેન્ડ 60-65 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓ ધમાલ મચાવી રહ્યો છે. આઈપીઓમાં 66.56 લાખ ઈક્વિટીના ફ્રેશ ઈશ્યૂ સામેલ છે. કંપની ગુજરાતમાં રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓ પૂરી પાડે છે. આ IPOમાંથી આવતા નાણાંનો ઉપયોગ કંપની રૂ. 27 કરોડની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરશે.
20 તારીખે થશે શેરનું એલોટમેન્ટ
તમને જણાવી દઈએ કે IPO સાઈઝનો અડધો ભાગ એટલે કે 31.6 લાખ શેર, 15 ટકા (9.48 લાખ શેર) ઊંચી નેટવર્થ ધરાવતા લોકો માટે આરક્ષિત છે અને બાકીના 35 ટકા (22.12 લાખ શેર) રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. કુલ ઇશ્યૂ પોસ્ટ ઇશ્યૂ પેઇડ-અપ ઇક્વિટી મૂડીના 27 ટકા હશે. નોંધનીય છે કે અમદાવાદ સ્થિત ચાવડા ગ્રુપની કંપની સબ્સક્રિપ્શન બાદ 20 સપ્ટેમ્બરે શેરનું એલોટમેન્ટ કરશે. ઈક્વિટી શેર 22 સપ્ટેમ્બરે સફળ ઈન્વેસ્ટરોને ડીમેટ ખાતામાં જમા થઈ જશે. આઈપીઓના શેડ્યૂલ પ્રમાણે ઈક્વિટી શેર 25 સપ્ટેમ્બરે એનએસઈ ઇમર્જ પર લિસ્ટ થશે.
આ પણ વાંચોઃ 1 વર્ષ માટે પૈસાનું કરવું છે રોકાણ, બમ્પર રિટર્ન જોઈએ તો આ છે 5 બેસ્ટ વિકલ્પ
ગ્રે માર્કેટમાં ધમાલ
ગ્રે માર્કેટમાં આ શેર હજુ 20 રૂપિયાના પ્રીમિયમ પર ઉબલબ્ધ છે. ચાવડા ઇન્ફ્રા વર્ષ 2012માં ઇનકોર્પોરેટ થઈ છે. કોન્ટ્રાક્ટ બાંધકામ સેવા પ્રદાતાએ રૂ. 670.99 કરોડના 100 થી વધુ પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કર્યા છે. જેમાં ચાર કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, ચાર સંસ્થાકીય પ્રોજેક્ટ્સ અને 18 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube