Health Tips: પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર, રોગ તમને સ્પર્શી શકશે પણ નહીં
Health Tips: રસોડામાં રહેલા અનેક એવા મસાલા છે, જેનો ઉપયોગ કરીને સ્વાસ્થને અનેક ફાયદાઓ મળે છે. આ મસાલાઓમાં સ્વાસ્થને મજબૂત રાખવાના ગુણ તો હોય જ છે. સાથે તેને ઉપયોગ કરવાથી શરીરની અનેક બિમારીઓથી પણ બચી શકાય છે. ત્યારે એક પાવડરનો ઉલ્લેખ અહિં કરવામાં આવ્યો છે.
Trending Photos
Health Tips: ભારતીય રસોડામાં ખજાનાનો પટારો હોય છે. તેમા એકથી એક મસાલા હોય છે, જે સ્વાસ્થને એક રીતે નહીં અનેક રીતે ફાયદાકારક હોય છે. આ મસાલાઓમાં સ્વાસ્થને મજબૂત રાખવાના ગુણ તો હોય જ છે. સાથે તેને ઉપયોગ કરવાથી શરીરની અનેક બિમારીઓથી પણ બચી શકાય છે. અહિંયા એક મસાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મસાલાનું નામ જાયફળ છે. ખાવામાં મોટાભાગે જાયફળનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. પણ જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો સ્વાદ અને શરીરને મળનારા ફાયદાઓ અનેક ગણા વધારી દે છે.
જાયફળનું સેવન કરવાના ફાયદા
એક ચપટી જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. આ સિવાય જાયફળ બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. જાયફળ પાવડર, એક્સટ્રૈક્સ અને તેલનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે.
પીડામાંથી રાહત આપે છે
જાયફળ સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં અસરકારક છે. શરીરમાં ક્યાંય પણ સોજો કે દુખાવો હોય તો જાયફળનું સેવન કરવાથી તે મટે છે. એક ચપટી જાયફળના પાવડરને પાણીમાં ભેળવીને પી શકાય છે. આ સિવાય જાયફળના પાઉડરને નારિયેળના તેલમાં ભેળવીને પછી તેને દુખાવાની જગ્યા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
મગજને ફાયદો થાય છે
જાયફળનું સેવન મગજ માટે પણ સારું છે. તે મગજની શક્તિ વધારે છે અને યાદશક્તિ વધારવામાં અસરકારક છે. એક ચપટી જાયફળને પાણીમાં ભેળવીને પીવો અથવા તમે તેને તમારી કોફી, ચા અને ઉકાળામાં ઉમેરી શકો છો.
તે પાચન માટે પણ સારું છે
પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે જાયફળનું સેવન પણ કરી શકાય છે. જાયફળ પેટનું ફૂલવું, કબજિયાત, પેટનો ગેસ અને દુખાવો ઘટાડવામાં અસરકારક છે. તેનાથી ડાયેરિયાની સમસ્યા પણ દૂર થાય છે. તેને સૂપ અથવા પીણાંમાં ઉમેરીને પીવો.
બ્લડપ્રેશર પણ ઘટે છે
જાયફળનું સેવન બ્લડપ્રેશર ઘટાડવામાં ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે. આનાથી શરીરને તાણ દૂર કરવાના ગુણ પણ મળે છે.
નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા ડૉક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે