નવી દિલ્હીઃ Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં મંગળવારે તેજી જોવા મળી છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 60 રૂપિયાના વધારા સાથે 59130 રૂપિયા પર છે. કાલે તે 59070 રૂપિયા પર હતો. 22 કેરેટનું 10 ગ્રામ સોનું 54200 રૂપિયામાં મળી રહ્યું છે. ચાંદીમાં પણ મોટો વધારો થયો છે. ચાંદીનો ભાવ 1200 રૂપિયા પ્રતિ કિલો વધીને 74500 રૂપિયા થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં સોનાનો ભાવ


દિલ્હી: 24 કેરેટ 59,220; 22 કેરેટ 54,300


મુંબઈ: 24 કેરેટ 59,130; 22 કેરેટ 54,200


ચેન્નાઈ: 24 કેરેટ 59,560; 22 કેરેટ 54,600


કોલકાતા: 24 કેરેટ 59,130; 22 કેરેટ 54,200


આ પણ વાંચોઃ 8 રૂપિયાવાળો શેર પહોંચ્યો 800ને પાર, 1 લાખના બનાવી દીધા 1 કરોડ, હજુ પણ તેજીનો સંકેત


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 0.35 ટકા વધી 1928.80 ડોલર પ્રતિ ઔંસ પર છે અને ચાંદી 0.41 ટકાના વધારા સાથે 23.76 ડોલર પ્રતિ ઔંસ પર છે. સોના-ચાંદી આંતરરાષ્ટ્રીય સ્તર પર એક સીમિત દાયરામાં કારોબાર કરી રહી છે. ભવિષ્યમાં વ્યાજદરોને લઈને દુનિયામાં કેન્દ્રીય બેન્કો તરફથી શું નિર્ણય લેવામાં આવે છે. તેના પર સોના-ચાંદીની ચાલ નિર્ભર કરશે. સોના-ચાંદીની કિંમતો પર આંતરરાષ્ટ્રીય બજારોમાં થયેલા એક્શનની ખુબ અસર થાય છે. 


વાયદા બજારમાં સોના-ચાંદીની ચાલ
વાયદા બજારમાં 24 કેરેટ સોનું 131 રૂપિયા વધી 58621 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. સોનાની કિંમતમાં તેજી આવવાથી બજારના ભાગીદારો તરફથી ફ્રેશ પોઝિશન બનાવવી છે. સોનામાં આજે 12958 લોટમાં કારોબાર થયો છે. વાયદામાં ચાંદીની કિંમત 178 રૂપિયા વધી 71840 રૂપિયા પ્રતિ કિલો પર છે. ચાંદીમાં 11528 લોટનો કારોબાર થયો છે. સોના-ચાંદીની કિંમતોને લઈને બજારમાં સકારાત્મક ટ્રેન્ડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube