બીજિંગ : ચીને અમેરિકાને જવાબ આપતા 100થી વધારે અમેરિકી ઉત્પાદન શુલ્કમાં વધારો કર્યો છે. ચીનનું આ પગલું અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં તે પગલા બાદ ઉઠાવ્યું છે, જેમાં તેણે ચીનનાં આયાત પર 60 અબજ ડોલરનું ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે અમેરિકાની બૌદ્ધીક સંપદાને અયોગ્ય રીતે જપ્ત કરવાનાં મુદ્દે બીજિંગને દંડ ફટકારવા માટે પગલું ઉઠાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિનાં આ પગલાથી બંન્ને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવ હજી વધવાની શક્યતાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૌદ્ધીક સંપદાની ચોરીનાં મુદ્દે સાત મહિનાની તપાસ બાદ ટ્રમ્પે અમેરિકી વ્યાપાર પ્રતિનિધિને ચીનથી આયાત પર 60 અબજ ડોલરનું ટેરિફ લાગુ કરવા માટે કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, અમે બૌદ્ધીક સંપદની ચોરીની ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ અમારા વધારે મજબુત છે. વધારે સંપન્ને દેશ બનાવશે. આ શૂલ્ક ઉપરાંત અમેરિકાએ ચીન પર નવા રોકાણ પ્રતિબંધ લગાવવાની યોજા બનાવવામાં આવી છે. આ સાથે જ વિશ્વ વ્યાપાર સંગઠન અને રાજસ્વ વિભાગ પણ ચીન પર વધારે પગલા ઉઠાવશે. ટ્રમ્પે ગુરૂવારે 1974નાં વ્યાપાર અધિનિયમ ની કલમ 301નો હવાલો ટાંકીને એક મેમો પર હસ્તાક્ષર કર્યા.


અગાઉ ચીને રવિવારે (4માર્ચ) અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો વોશિંગ્ટન વ્યાપારિક યુદ્ધ (ટ્રેડ વોર) ચાલુ કરે છે તો તેનાં પરિણામો ભોગવવા માટે પણ તૈયાર રહે. ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસનાં પ્રવક્તા જેંગ યેસ્યુઇએ એક પત્રકાર વાર્તામાં કહ્યું કે, ચીન અમેરિકા સાથે કોઇ અથડામણ નથી ઇચ્છતું પરંતુ જો તેનાં આર્થિક હિતોને નુકસાન થશે તો ચીન ચુપ નહી રહે.