'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી', ભરતસિંહના પત્નીનો વિડીયો વાયરલ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રેશમાબેન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે હું પણ પાટીદારની દીકરી છું...
Trending Photos
ઝી બ્યુરો/અમરેલી: અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. ત્યારે અમરેલી લેટરકાંડમાં એક મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રેશમાબેન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે હું પણ પાટીદારની દીકરી છું પરેશભાઈ, પ્રતાપભાઈ, વીરજીભાઈ અને જેનીબેન જયારે ભરતસિંહ મારી ઈજ્જત અને આબરૂ લુંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા.
મને આશા છે પરેશભાઈ તમે મને ન્યાય અપાવશે: રેશમાબેન
રેશમાબેન ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ નેતાઓને સંબોધીને જણાવ્યું હતું કે, મેં તમારી પાસે ન્યાયની ભીગ માંગી હતી પણ તમને જયારે સમાજની દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વ્હાલું હતું. આજે હું તમારી પાસે ન્યાય માટે આવી છું. તમારા પક્ષના નેતા દમણ આચરે, ત્યારે મૌન ધારણ પણ આજે તમે જાગ્યા છો. મને આશા છે પરેશભાઈ તમે મને ન્યાય અપાવશે, આ પાટીદારની દીકરી ન્યાયની ભીગ માંગે છો. જેનીબેને તમે ક્યારે મારે સંપર્ક કર્યો છે. 24 કલાકની અંદર હું રાજકમલ ચોક પર આવીશ.
કોંગ્રેસ નેતા ભરતસિંહના પત્નીએ VIDEO કર્યો વાયરલ
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં રેશમાબેન જણાવી રહ્યા છે કે, રેશમા ભરતસિંહ સોલંકી, હું પણ પાટીદારની દીકરી છું પરેશભાઈ, પ્રતાપભાઈ, વીરજીભાઈ અને જેનીબેન જયારે ભરતસિંહ મારી ઈજ્જત અને આબરૂ લુટી રહ્યા હતા ત્યારે તમે કેમ મોંન હતા મેં તમારી પાસે ન્યાયની ભીગ માંગી હતી પણ તમને જયારે સમાજની દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વ્હાલું હતું આજે હું તમારી પાસે ન્યાય માટે આવી છું તમારા પક્ષના નેતા દમણ આચરે ત્યારે મૌન ધારણ પણ આજે તમે જાગ્યા છો મને આશા છે પરેશભાઈ તમે મને ન્યાય અપાવશે, આ પાટીદારની દીકરી ન્યાયની ભીગ માંગે છો, જેનીબેને તમે ક્યારે મારે સંપર્ક કર્યો છે, 24 કલાકની અંદર હું રાજકમલ ચોક પર આવીશ.
નોંધનીય છે કે, અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્યએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. લલિત કગથરાનો પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું છે કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે. પૂર્વ MLA લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. જો પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ: પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા
લેટરકાંડમાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તેઓએ 10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ. જો સરકાર પગલાં નહિ લે તો આખા ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરીશું.
કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ
બીજી બાજુ અમરેલી લેટરકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ થઈ છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરવામાં આવી છે. અમરેલીના અનેક લોકોએ પોસ્ટ સ્ટેટ્સમાં મૂકી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ''I SUPPORT KAUSHI VEKARIYA'' લખવામાં આવ્યું છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઘરણા કરતા રાજકારણ ગરમાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે