મુંબઇ: શેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોઅર સર્કિટ બાદ બજારમાં આવી વેચાવલી
લોઅર સર્કિટ બાદ જ્યારે બજાર ખુલ્યા તો ત્યારબાદ પણ શેર બજારમાં ભારે વેચાવલી જોવા મળી. લોઅર સર્કિટ બાદ સેન્સેક્સમાં લગભગ 3100 પોઇન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો. 


બજારની સ્થિતિ
સન્સેક્સ - 25981
ઘટાડો - 3934


નિફ્ટી - 7634
ઘટાડો - 1110


બેંક નિફ્ટી - 17018
ઘટાડો - 3300


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube