નવી દિલ્હી: વધતી જતી મોંઘવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી (CNG) અને પાઇસના રસોઇ ગેસના ભાવ (PNG) માં આગામી મહિને 10-11 ટકાનો વધારો થઇ શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટી (ICICI Securities) ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ 76 ટકાનો વધારો કરી શકે છે. આવો જાણીએ હવે કેટલી વધશે કિંમત.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારીનો લાગશે આકરો આંચકો
ગેસ (Gas) ના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા 1 ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદ એપ્રિલ 2022 માં ગેસના ભાવ નક્કી થશે. 

100 રૂપિયામાં મળી રહ્યું છે સોનું! Tanishq અને Kalyan જ્વેલર્સ જેવી બ્રાંડ્સ પર ચાલી રહી છે ઓફર


વિજળીની થશે મોંઘી? 
Torrent Power
NTPC
Tata Power
 
CNG/PNG ના ભાવ વધશે? 
CNG ના ભાવમાં થઇ શકે છે 4 થી 5 Rs નો વધારો 
IGL
Guj Gas
Mahanagar Gas
Adani Gas


ગેસ મોંઘો થતાં ફાયદો
ONGC
Oil India
RIL
Vedanta
HOEC
GAIL

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ


ટાઇલ્સના ભાવ વધશે? 
Nitco
Murudeshwar
Kajaria
Somany
Cera
HSIL


ઘરેલું ગેસ ભાવનો ટ્રેંડ 


તારીખ                  કિંમત ($/યૂનિટ)


1 એપ્રિલ'18                3.06
1 ઓક્ટોબર'18           3.36
1 એપ્રિલ'19                 3.69
1 ઓક્ટોબર'19           3.23
1 એપ્રિલ'20                2.39
1 ઓક્ટોબર'20           1.79
1 એપ્રિલ'21               1.79


ગેસનો વપરાશ ક્યાં કેટલો?


ઇંડસ્ટ્રી                                ખપત


પાવર-                                 31%
ફર્ટિલાઇઝર-                         27%
સિટિ ગેસ ડિસ્ટ્રીબ્યૂશન-       19%


પડતર કિંમત વધવાનું અનુમાન
RCF
NFL
Chambal Fert


Viral Video: ગુજરાતીઓના ટેલેન્ટનો જવાબ નથી, પિત્ઝાને આપ્યું નવું રૂપ, આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા

આટલા વધશે ગેસના ભાવ
બ્રોકરેજના અનુસાર, 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ 2022 ના સમયગાળા માટે APM એટલે એડમિનિસ્ટર્ડ રેટ 3.15 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ (mmBtu) થઇ જશે, જે હાલ 1.79 ડોલર છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) ના કેજી-ડી6 અને બીપી પીએલસી (BP Plc) જેવા ઉંડા પાણીના વિસ્તારોમાં ગેસના દર આગામી મહિને વધીને 7.4 ડોલર પ્રતિ એમએમબીટીયૂ થઇ જશે. 


10-11 ટકા સુધી વધી જશે ભાવ
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ (CGD) ને ઓક્ટોબરમાં ભાવમાં 10-11 ટકાનો વધારો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચલણના અનુસાર એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2022 માં APM ગેસના ભાવ 5.93 અમેરિકી ડોલર પ્રતિ mmBtu અને ઓક્ટોબર 2022 થી માર્ચ 2023 દરમિયાન 7.65 અમેરિકી ડોલર પ્રતિ mmBtu થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


49 થી 53 ટકા સુધી વધશે ભાવ
એટલે એપ્રિલ 2022 માં CNG અને પાઇપ્ડ પ્રાકૃતિ ગેસ (PNG) ના ભાવમાં 22-23 ટકા અને ઓક્ટોબર 2022 માં 11-12 ટકાનો વધારો થશે. APM ગેસની કિમત FY22 ની પહેલી છમાસિકમાં 1.79 ડોલર પ્રતિ mmBtu થી FY23 ની બીજી છમાસિકમાં 7.65 ડોલર પ્રતિ mmBtu સુધી વધવાનો અર્થ MGL અને  IGL ઓક્ટોબર 2021 થી ઓક્ટોબર 2022 દરમિયાન 49-53 ટકાનો વધારો કરવો પડશે. ગેસના ભાવમાં વધારા થી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડીયા લિમિટેડ (OIL) ની સાથે-સાથે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓના માર્જિનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.