Viral Video: ગુજરાતીઓના ટેલેન્ટનો જવાબ નથી, પિત્ઝાને આપ્યું નવું રૂપ, આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા

ઇટાલિયન ડિશ પિત્ઝા (Pizza) માટે એક કહેવત છે કે પ્રેમ નિરાશ કરી શકે છે પરંતુ પિત્ઝા નહી. ગુજરાતના સુરત (Surat) શહેરમાં એક નવો કલેવર આપવામાં આવ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો.

Updated By: Sep 28, 2021, 03:04 PM IST
Viral Video: ગુજરાતીઓના ટેલેન્ટનો જવાબ નથી, પિત્ઝાને આપ્યું નવું રૂપ, આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા

Viral Video: ઇટાલિયન ડિશ પિત્ઝા (Pizza) માટે એક કહેવત છે કે પ્રેમ નિરાશ કરી શકે છે પરંતુ પિત્ઝા નહી. ગુજરાતના સુરત (Surat) શહેરમાં એક નવો કલેવર આપવામાં આવ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો. સુરત (Surat) માં એક સ્ટ્રીટ-સાઇડ ફૂડ સ્ટોલ (Street side Food Stall) પર માટીની કુલડીમાં પિત્ઝા (Pizza in Kulhad) પિરસવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર પિત્ઝા સાથે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અનોખા પિત્ઝાના ફોટો-વીડિયો પણ જોરદાર વાયરલ (Viral) થઇ રહ્યા છે. એટલું જ નહી ઘણા લોકોનું કહેવું છે કે તે આ નવા પિત્ઝાના સ્વાદને માણવા માટે બેચેન છે. 

મળી ચૂક્યા છે 2 મિલિયનથી વધુ વ્યૂ
કુલડીમાં સર્વ થનાર આ પિત્ઝાનો વીડિયો આમચી મુંબઇ નામના એક યૂટ્યૂબ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 2 મિલિયનથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે અને આ અત્યારે પણ વાયરલ થઇ રહ્યો છે. આ અનોખા પિત્ઝાને સુરતના જાણિતા સ્નેક્સ આઉટલેટ કોન ચાટએ લોન્ચ કર્યો છે. લોકોએ આ વીડિયોને જોઇને ઘણી રસપ્રદ કોમેન્ટ્સ કરવામાં આવ્યું છે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ

એક યૂઝરે લખ્યું છે 'મને ભારતીય હોવાનો ગર્વ છે, જેમાં આટલું ટેલેન્ટ છે કે તે કુલ્ડીમાં પિત્ઝા બનાવી દે. તો એક અન્ય યૂઝરે લખ્યું, 'હું તેના કોન્ફિડેન્સને જોઇને આશ્વર્ય ચકિત છું કે કઇ રીતે તેને પિત્ઝામાં મેયોનીઝની 3 લેયર નાખી. આ પિત્ઝા નથી, પરંતુ પોટ્ઝા છે! તેને જોઇને ઇટાલિયન્સ કૂદી પડશે.' 

આ રીતે બનાવ્યો કુલડીમાં પિત્ઝા
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કુલડી પિત્ઝા (Kulhad Pizza) બનાવવા માટે આ માણસ સૌથી પહેલાં એક કટોરીમાં સબજી, બ્રેડ ક્રમ્બ્સ, મસાલા અને પનીનું મિક્ચર તૈયાર કરે છે. તેના માટે તેને બાફેલા મકાઇ દાણા, કાપેલા ટામેટા, પનીર ક્યૂબ્સની સથે ઘણા પ્રકારના સોસ જેમ કે મેયોનીઝ અને ટોમેટો કેચપ વગેરેનો ઉપયોગ કરે છે. 

'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

ત્યારબાદ તેમાં ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ, સીક્રેટ સોસ અને મીઠું મીક્સ કર્યું. પછી આ સમગ્ર મિક્ચરને એક કુલડીમાં ભરી દીધો. ત્યારબાદ ઉપરથી સોસ અને લિક્વિડ ચીઝ નાખે છે. ફરી ઢગલાબંધ મોજેરેલા ચીઝ નાખ્યું અને અંતે આ કુલડી પિત્ઝાને માઇક્રોવેવમાં શેકાવવા માટે મુકી દે છે. કુલડી પિત્ઝાને લીલા ધાણા વડે શણગારી તેને સર્વ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube