દેશમાં CNG ની સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. શહેરોમાં ગેસ લાઇસન્સના દસમા તબક્કામાં સીએનજી સ્ટેશન સ્થાપિત કરવા અને પાઇપલાઇન પાથરવા માટે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. 10મા તબક્કામાં 50 ભૌગોલિક ક્ષેત્રોના શહેરો-ટાઉનમાં ગેસ વિતરણ લાઇસન્સ (સીજીડી) માટે બોલી લગાવવામાં આવી છે. આ 50 ભૌગોલિક ક્ષેત્રોમાં 14 રાજ્યોના 124 જિલ્લા (112 પૂર્ણ અને 12 ના કેટલાક ભાગ) આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે સસ્તી થશે તમારી Home અને Car લોન, EMI માં ફેરફારના ગણિતને આ રીતે સમજો


10મા તબક્કામાં વાહનોને સીએનજી અને ઘરોને પીએનજી (પાઇપવાળી ગેસ)ની આપૂર્તિના કોન્ટ્રાક્ટ માટે કુલ 225 બોલીઓ મળી છે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (પીએનજીઆરબી)એ નિવેદનમાં આ જાણકારી આપી. દસમા તબક્કાના શહેર ગેસ વિતરણ લાઇસન્સ માટે બોલીઓ મંગળવારે બંધ થઇ. 


ટેક્નિકલ બોલીઓને સાત થી નવ ફેબ્રુઆરી દરમિયાન ખોલવામાં આવશે. લાઇસન્સની ફાળવણી મહિનાના અંત સુધી કરવામાં આવશે. અત્યારે બોલી લગાવનાર ફર્મોના નામ સાર્વજનિક કરવામાં આવ્યા નથી. 

મોટા સમાચાર: ભારતમાં બંધ થઇ થઇ શકે છે WhatsApp, જાણો શું છે કારણ


પીએનજીઆરબીએ કહ્યું કે એકવાર ફાળવણી થયા બાદ તેના માટે મજબૂત માળખું તૈયાર કરવામાં લગભગ 50,000 કરોડ રૂપિયાનું રોકાણ આવશે. તેનાથી રોજગારની તકો ઉભી થશે અને ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ અગ્રેસર થવામાં મદદ મળશે. નિયામકે કહ્યું કે આ તબક્કા હેઠળ દેશના 18 ટકા ભૌગોલિક ક્ષેત્ર અને તેની 24 ટકા વસ્તી સુધી ગેસ પહોંચી શકશે. ગત તબક્કાને ઉમેરતાં સીજીડી નેટવર્ક હવે 400 જિલ્લા સુધી પહોંચી ગયો છે. આ 70 ટકા વસ્તીને ઉપલબ્ધ છે.