લખનઉઃ ઉત્તર પ્રદેશના 3 શહેરોમાં શનિવારથી CNGની કિંમતમાં વધારો થયો છે. હવે લખનઉ, આગ્રા અને ઉન્નાવમાં CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘરેલું PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ગેસ પણ 1 રૂપિયા પ્રતિ ઘનમીટર મોંઘો થયો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ ગ્રીન ગેસ કંપનીએ કિંમતો વધારવાની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘી ખરીદીને કારણે વધ્યા ભાવ
મળતી માહિતી મુજબ, ગ્રીન ગેસ કંપનીના AGMએ જણાવ્યું છે કે CNG-PNG ગેસની ખરીદી પણ મોંઘી થઈ ગઈ છે, જેના કારણે ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાજ્યના 3 શહેરો લખનૌ, આગ્રા અને ઉન્નાવમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. 18 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 6.00 વાગ્યાથી નવા ભાવે ગેસનો વપરાશ થશે.

2022 માં રિલીઝ થશે આ 10 ફિલ્મો, પરંતુ શાહરૂખ-સલમાનને મોટો આંચકો


નવી કિંમત શું છે?
નોંધપાત્ર વાત એ છે કે, CNGની કિંમતમાં 2 રૂપિયાના વધારાને કારણે હવે નવી કિંમત 72.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી તે રૂ. 70.50 હતો. ઘરેલુ ગેસના દરમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની કિંમત પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 38.50 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે અયોધ્યામાં CNGની કિંમત માત્ર 72.95 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યાં કોઈ વધારો થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube