Petrol-Diesel બાદ CNG ના ભાવમાં થયો વધારો, જનતાને મોંઘવારીની વધુ એક માર
છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના લીધે સામાન્ય જનતાના ખિસ્સા પર માર પડી રહ્યો છે અને લોકો સીએનજી તરફ વળ્યા છે. ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના બાદ CNG ના ભાવમાં વધારો થયો છે.
અતુલ તિવારી, અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના લીધે સામાન્ય જનતાના ખિસ્સા પર માર પડી રહ્યો છે અને લોકો સીએનજી તરફ વળ્યા છે. ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના બાદ CNG ના ભાવમાં વધારો થયો છે.
એક કિલો CNG ના ભાવમાં 0.68 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેથી હવે અમદાવાદમાં એક કિલો CNG નો ભાવ 55.30 રૂપિયા પર પહોંચી ગયો છે. અગાઉ એક કિલો CNG નો ભાવ 54.62 રૂપિયા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ વધતી જતી મોંઘવારી જેમાં હવે ગેસના ભાવવધારાનો પણ સમાવેશ થયો છે.