COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ RBI માત્ર 1,2,5,10,20 ના સિક્કા નહીં પરંતુ 75, 150, 250 ના પણ સિક્કા બનાવે છે. વાસ્તવમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ સ્મારક સિક્કાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા ઘટનાના સન્માનમાં અથવા તેની યાદમાં જારી કરે છે. આ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે આ સિક્કા સામાન્ય વ્યવહારમાં નથી આવતા, તેને માત્ર યાદગીરી તરીકે રાખવામાં આવે છે. આ સિક્કા અલગ-અલગ દરના છે. આ સિક્કાઓમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયાના સિક્કા સામેલ છે. આ સિવાય પણ ઘણા પ્રકારના સિક્કા છે.


ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના સન્માનમાં પ્રથમ સ્મારક સિક્કાની શ્રેણી 1964 માં જારી કરવામાં આવી હતી. આવા ખાસ સિક્કા એકઠા કરવાના શોખીન લોકો તેને ખરીદી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સામાન્ય ટ્રેન્ડથી અલગ આ ખાસ સિક્કા કેવી રીતે ખરીદવા.


ખાસ પ્રસંગોએ જારી કરાયેલ સ્મારક સિક્કા-
આ સિક્કાઓ મોટાભાગે ચાંદીના બનેલા હોય છે અને તે ખાસ પ્રસંગોએ ખાસ કાર્યક્રમોમાં જારી કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન)ના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની 125મી જન્મજયંતિના અવસર પર રૂ. 125નો વિશેષ સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પહેલા પણ આવા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે.



તમે આ રીતે ખરીદી શકો છો-
- જો તમે પણ આવા સિક્કા લેવા માંગતા હોવ તો તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો.
- તમે તેને સિક્યોરિટીઝ પ્રિન્ટિંગ એન્ડ કરન્સી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ થકી ખરીદી શકો છો.
- આ માટે તમે વેબસાઈટ પર જાઓ અને અહીં તમને સિક્કાઓની લિંક દેખાશે.
- અહીં તમે સામાન્ય ઓનલાઈન શોપિંગની જેમ ખરીદી કરી શકો છો.
આ સિક્કા પણ ચાંદીના જ છે અને દરેક સિક્કાના તેના આધારે દર હોય છે.


50 પૈસાનો સિક્કો હજુ પણ ચલણમાં છે-
રિઝર્વ બેંકે આ સિક્કાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હાલમાં બજારમાં 50 પૈસા, 1 રૂપિયા, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે. આ પણ રિઝર્વ બેંક થકી જારી કરવામાં આવે છે. આમાંથી કોઈ પણ સિક્કા ચલણમાંથી બહાર કાઢવામાં આવશે નહીં. RBIએ પણ હજુ સુધી 50 પૈસાના સિક્કાને ચલણમાંથી બહાર કરવાનો વિચાર કર્યો નથી. તેથી જ કોઈ તેમને લેવાનો ઇનકાર કરી શકે નહીં.