નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાથી ચેપી દર્દીઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. ચેપગ્રસ્તોમાં ઇટાલીના 16 પ્રવાસીઓ અને તેનો 1 ડ્રાઇવર સામેલ છે. દિલ્હી અને તેલંગણામાં 1-1 અને આગરામાં 6 કોરોનાના પોઝિટિવ દર્દી મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વાયરસના વધતા કેસને જોતા તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવાના આદેશ આપ્યા છે. પહેલા કેટલાક દેશોથી આવતી ફ્લાઇટ્સનું સ્ક્રીનિંગ થઈ રહ્યું હતું, પરંતુ હવે વિદેશથી આવનાતી તમામ ફ્લાઇટ્સના યાત્રીકોની તપાસ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે આ વર્ષો હોળી મિલન સમારોહમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો છે. પીએમ મોદી અનુસાર નિષ્ણાંતોએ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એક જગ્યાએ ભેગા થવાથી બચવાની સલાહ આપી છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું કે, ઈરાનમાં ફસાયેલા તમામ ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. હર્ષવર્ધન પ્રમાણે ઈરાનમાં જ લેબ સ્થાપિત કરી ત્યાં ભારતીયોની તપાસ કરી તેને પરત લાવવામાં આવશે અને તેના માટે 3 વૈજ્ઞાનિકોને સરકાર ઈરાન મોકલશે. કોરોનાની અસર અર્થવ્યવસ્થા પર પણ પડી છે. 


ઇટાલીથી પરત ફરેલો પેટીએમનો કર્મચારી કોરોનાની ઝપેટમાં, જાણો શું બોલી કંપની 


ભારતીય શેર બજારમાં ઘટાડો
કોરોના વાયરસને કારણે ભારતીય શેર બજારમાં 3000થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે ભારતીય બજારને 13,00,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 


અમેરિકાના શેર બજારમાં પણ ઘટાડો
કોરોના વાયરસની અસર અમેરિકાના શેર બજારમાં પણ જોવા મળી છે. યૂએસ માર્કેટમાં આશરે 3500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી શેર બજારને નુકસાનની વાત કરીએ તો અહીં 300 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 


વિશ્વને નુકસાનની આશંકા
જો આપણે કોરોના વાયરસથી વિશ્વને થનારા નુકસાનની વાત કરીએ તો આ આંકડો 215 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તેના માટે વર્લ્ડ બેન્કે 88 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 


કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને શાહ સહિત મોટા નેતા નહીં ઉજવે હોળીનો તહેવાર  


ભારતના વ્યાપાર પર કોરોનાનો વાર
ભારતીય ઉદ્યોગને કોરોનાને કારણે 1500-1700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો દવા ઉદ્યોગના નુકસાનની વાત કરીએ તો 200 કરોડ રૂપિયાથી વધુનું થયું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર