કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને શાહ સહિત મોટા નેતા નહીં ઉજવે હોળીનો તહેવાર


પીએમ મોદીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાંતોએ કોરોના વાયરસના પ્રસારથી બચવા માટે સામૂહિક કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે. તેથી મેં આ વર્ષે કોઈ હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. 

કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને શાહ સહિત મોટા નેતા નહીં ઉજવે હોળીનો તહેવાર

નવી દિલ્હીઃ દર વર્ષની જેમ દેશ હોળીના રંગમાં રંગાવા માટે તૈયાર છે. તો બીજીતરફ કોરોના વાયરસને લઈને લોકોમાં ડરનો માહોલ છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાયો છે. કોરોના વાયરસથી બચવા માટે સાવધાની ખુબ જરૂરી છે. આ પહેલમાં રાષ્ટ્રપતિ ભવનમાં હોળીનું આયોજન કરવામાં આવશે નહીં. તો પીએમ મોદીએ પણ હોળીના સામૂહિક સમારહોમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. 

ભારતમાં વધતા કોરોના વાયરસના મામલાને લઈને રાષ્ટ્રપતિ ભવન આ વખતે હોળીનો તહેવાર ઉજવશે નહીં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સાવધાની અને સુરક્ષાના ઉપાયોની સાથે આપણે બધા કોરોના વાયરસ  ( COVID-19)ના પ્રકોપને રોકવામાં મદદ કરી શકીએ. સાવચેતીના ભાગ રૂપે રાષ્ટ્રપતિ ભવન આ વખતે પરંપરાગત હોળી સમારોહનું આયોજન કરશે નહીં. 

પીએમ મોદીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાંતોએ કોરોના વાયરસના પ્રસારથી બચવા માટે સામૂહિક કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે. તેથી મેં આ વર્ષે કોઈ હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. 

પીએમ મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હોળી સમારોહથી દૂર રહેવાની વાત કરી છે. 

કોરોના વાયરસને કારણે અમિત શાહે હોળી ન રમવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, હોળી ભારતીયો માટે એક ખુબ મહત્વપૂર્ણ તહેવાર છે, પરંતુ કોરોના વાયરસને કારણે મેં આ વર્ષે કોઈપણ હોળી સમારહોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. હું તમામ લોકોને જાહેર સમારહોથી દૂર રહેવા અને પોતાના પરિવારનું ધ્યાન રાખવાની અપીલ કરુ છું. 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, વિશ્વ COVID -19 (કોરોના વાયરસ)નો સામનો કરી રહી છે. દેશ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુક્ત રૂપથી તેના પ્રસારને રોકવા માટે કાર્ય કરી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા આ વર્ષે હું ન હોળી ઉજવીશ અને ન હોળી મિલન સમારોહનું આયોજન કરીશ. આ સાથે તેમણે કહ્યું કે, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ વર્ષો હોળી ન ઉજવવાનો નિર્ણય લીધો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news