લૉકડાઉનની અસરઃ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર નહીં આપે GoAir
એરલાઇન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે દેશમાં 17 મે સુધી લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. સરકારના આદેશાનુસાર ગોએરે 31 મે સુધી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ અને ટિકિટ બુકિંગ પર બેન લગાવ્યો છે. તેથી 1 જૂન પહેલા ઉડાનો શરૂ કરવાની આશા નથી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને લીધે ચાલી રહેલા લૉકડાઉનને કારણે એરલાઇન્સની સ્થિતિ ખરાબ છે. 25 માર્ચથી તમામ ફ્લાઇટ રદ્દ છે, જેના કારણે વિમાન કંપનીઓની આવક બંધ છે, જ્યારે કંપનીઓ પર બોજો પડી રહ્યો છે. જેના કારણે ગોએરે કર્મચારીઓનો પગાર કાપવાનો નિર્ણય લીધો છે. ગોએરના કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર મળશે નહીં.
એરલાઇન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે લૉકડાઉનનો બીજો મહિનો ચાલી રહ્યો છે. આશા છે કે તમે બધા સુરક્ષિત અને સ્વસ્થ હોવાની સાથે પરિસ્થિતિઓને સારી રીતે સમજી રહ્યાં છો. કોરોના સંક્રમણને કારણે દેશમાં 17 મે સુધી લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. સરકારના આદેશાનુસાર ગોએરે 31 મે સુધી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ અને ટિકિટ બુકિંગ પર બેન લગાવ્યો છે. તેથી 1 જૂન પહેલા ઉડાનો શરૂ કરવાની આશા નથી.
ફેસબુક બાદ જીયોએ કરી વધુ એક મોટી ડીલ, અમેરિકાની સિલ્વર લેક ફર્મ સાથે કર્યો કરાર
ગોએરે યાત્રિકોને આપી હતી રાહત
ગોએરે પોતાના યાત્રિકોને રાહત આપતા જાહેરાત કરી હતી કે તે 30 એપ્રિલ સુધી બુક કરાવવામાં આવેલી ટિકિટનો કેન્સલેશન કે યાત્રિ રિ-શેડ્યૂલ કરવા પર કોઈ ચાર્જ લેશે નહીં. 8 માર્ચથી 30 એપ્રિલ સુધી બુક કરાવવામાં આવેલી ટિકિટો પર કેન્સલેશન ચાર્જ ન લગાવવાનો નિયમ લાગૂ થશે. સાથે 8 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધીની યાત્રાને લઈને આ નિયમ લાગૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર