નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં આશા અનુસાર સારી તેજી સાથે શરૂઆત થઇ છે. સેંસેક્સ 370 પોઇન્ટની મજબૂતી સાથે 44000ની ઉપર પહોંચી ગયો છે, નિફ્ટીમાં પણ 90 પોઇન્ટનો ઉછાળો છે અને આ 12870ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ગઇકાલે અમેરિકી બજાર પણ દિવસના ઉપલા સ્તર પર બંધ થયું હતું. ફાર્મા કંપની મોર્ડનાના કોરોના વેક્સીન પર કરવામાં આવેલી જાહેરાત બાદ આખી દુનિયાના બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય બજારોમાં સેક્ટોરલ ઇંડેક્સની વાત કરીએ તો બેંક, ઓટો, મેટલ શેરમાં સારી ખરીદી જોવા મળી છે. નિફ્ટી બે6ક 1 ટકાથી વધુ ચઢીને 28900ની ઉપર કારોબાર કરી રહ્યો છે. ઓટો ઇંડેક્સમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે. હાલ નિફ્ટીમાં 34 શેર વધીને અને બાકી 16 શેર લાલ નિશાનની સાથે કારોબાર કરી રહ્યા છે. સેંસેક્સના 30 શેરમાં 20 શેરોમાં તેજી છે, જ્યારે 10 શેરોમાં લાલ નિશાન સાથે કારોબાર થઇ રહ્યો છે.


નિફ્ટીમાં ચઢનાર
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, SBI,ભારતીય એરટેલ, HDFC બેંક, JSW સ્ટીલ, M&M, શ્રીરામ સીમેંટ, એશિયન પેંટ્સ, રિલાયન્સ, GAIL, મારૂતિ, કોલ ઇન્ડીયા
 
નિફ્ટીમાં ઉતાર
BPCL,હીરો મોટોકોર્પ, ડો.રેડ્ડીઝ, HCL ટેક, આયશર મોટર્સ, ઇંફોસિસ, બજાજ ઓટો, ITC,બજાજ ફિનસર્વ, સિપ્લા, IOC


બેંક શેરોમાં તેજી
બંધન બેંક, ફેડરલ બેંક, SBI, HDFC બેંક, ઇંડસઇંડ બેંક, બેંક ઓફ બરોડા, PNB, RBL બેંક, એક્સિસ બેંક


ઓટો શેરોએ પકડી રફતાર
ટાટા મોટર્સ, ભારત ફોર્જ, M&M, મારૂતિ MRF, મદરસન સૂમી, અશોક લેલૈંડ, એક્સાઇડ


મેટલ શેરોમાં મજબૂતી
ટાટા સ્ટીલ, હિંદુસ્તાન કોપર,અ હિંડાલ્કો, જિંદલ સ્ટીલ, JSW સ્ટીલ, NALCO, કોલ ઇન્ડીયા SAIL


IT શેરોમાં નબળાઇ
નોકરી ડોટ કોમ, HCL ટેક, કોફોર્જ, ઇંફોસિસ, એમ્ફૈસિસ, TCS,ટેક મહિંદ્રા, વિપ્રો