નવી દિલ્હીઃ ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસના ચેપની અસર જૂન બાદ પણ યથાવત રહે તો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ આશરે એક ટકો નીચે આવી શકે છે. ડન એન્ડ બ્રોડસ્ટ્રીટના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસના ચેપથી ચીનની અર્થવ્યવસ્થામાં નકારાત્મક અસર દેખાવા લાગી છે. તેનો દુષ્પ્રભાવ વૈશ્વિક કંપનીઓ પર વધતો જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વાયરસના ચેપને 30 જાન્યુઆરીએ વૈશ્વિક તબીબી કટોકટી જાહેર કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં વ્યાપારી ગતિવિધિઓમાં જાન્યુઆરીના અંતમાં નવા વર્ષની રજાને કારણે મંદી આવવી સામાન્ય છે. આ કારણે વૈશ્વિક કંપનીઓ પહેલાથી પુરવઠો વધારી લે છે, તેથી કોરોના વાયરસને કારણે પુરવઠા તથા કામગીરી વિક્ષેપિત થવાની અત્યાર સુધી કોઈ ખાસ અસર જોવા મળી નથી. 


રિપોર્ટ અનુસાર, 'પરંતુ વૈશ્વિક કંપનીઓ પર આ ચેપની અસર તે વાત પર નિર્ભર કરશે કે કેટલી જલદી તેના કાબૂ કરી શકાય છે.' ડન એન્ડ બ્રોડસ્ટ્રીટએ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનું યોગદાન ઘણું વધ્યું છે. તેનાથી કહી શકાય કે ચીનમાં આશરે 2.2 કરોડ કંપનીઓ અર્થાત ચીનની આર્થિક ગતિવિધિઓના 90 ટકા તે ક્ષેત્રોમાં સ્થિત છે, જ્યાં વાયરસના ચેપની સૌથી વધુ અસર છે. 


આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ  


ડન એન્ડ બોડસ્ટ્રીટ પ્રમાણે, 'ચીનની અર્થવ્યવસ્થા પર પડનારી અસર ધીરે-ધીરે ફેલાયને વૈશ્વિક સ્તર પર અસર જોવા લાગશે અને જો આ ચેપ જૂન બાદ પણ યથાવત રહ્યો તો તેના કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં આશરે એક ટકાનો ઘટાડો આવી શકે છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર