આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ

એસબીઆઈ કાર્ડના આઈપીઓની લાંબા સમયથી રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. SBI Card નો IPO આગામી 2 માર્ચે ખુલશે. બજાર નિયામક સેબીને ઉપલબ્ધ કરાવેલા કંપનીના આઈપીઓના પ્રોસ્પેક્ટ્સમાં આ જાણકારી સામે આવી છે.  

Updated By: Feb 20, 2020, 05:34 PM IST
આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ

નવી દિલ્હીઃ એસબીઆઈ કાર્ડના આઈપીઓની લાંબા સમયથી રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. SBI Card નો IPO આગામી 2 માર્ચે ખુલશે. બજાર નિયામક સેબીને ઉપલબ્ધ કરાવેલા કંપનીના આઈપીઓના પ્રોસ્પેક્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. શેર બજારના વિશ્લેષક આશા વ્યક્ત કરી રહ્યાં છે કે IRCTC બાદ તેના શેર પણ મોટા પ્રીમિયમ પર લિસ્ટ થશે, જેથી તેમાં રોકાણ કરનાર રોકાણકારોને બમ્પર નફો થઈ શકે છે. 

5 માર્ચ સુધી લગાવી શકશો બોલી
18 ફેબ્રુઆરીની તારીખ વાળા પ્રોસ્પેક્ટસ પ્રમાણે, કંપની 500 કરોડ રૂપિયાના 13.05 કરોડ શેર લાવશે. આઈપીઓ માટે બોલી લગાવવાની પ્રક્રિયા 5 માર્ચે પૂરી થશે. આ આઈપીઓથી કંપની 9000-10,000 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી શકે છે. 

13 કરોડ શેર જારી થશે
પાછલા વર્ષે દાખલ ડીઆરએચપી પ્રમાણે, કંપની ઓફર ફોર સેલના માધ્યમથી બજારમાં 13,05,26,798 ઇક્વિટી શેર લાવશે. તેમાં 3,72,93,371 સુધી શેરોનું વેચાણ એસબીઆઈ, જ્યારે 9,32,33,427 શેરો કાર્લાઇલ ગ્રુપ (CA Rover) વેંચશે. આ સિવાય કંપની 500 કરોડ રૂપિયાના તાજા ઇક્વિટી શેર પણ જારી કરશે. એસબીઆઈ કાર્ડ્સમાં એસબીઆઈની ભાગીદારી 76 ટકા, જ્યારે બાકી ભાગીદારી કાર્લાઇલ ગ્રુપની પાસે છે. 

પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે આવ્યાં સારા સમાચાર, પગારમાં થઈ શકે છે તોતિંગ વધારો

મોટા નફાની આશા
એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસના શેર ગ્રે માર્કેટમાં 200-250 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. ઇકોનોમિક ટાઇમ્સને આ જાણકારી આવા ટ્રેડ્સમાં સામેલ ત્રણ ડીલર્સે આપી છે. આઈપીઓ માટે કંપનીની વેલ્યૂ 57,000-60,000 કરોડ રૂપિયા લગાવી શકાય છે. ફાઇનાન્શિયલ સર્વિસ એડવાઇઝરી ફર્મ વાયના વેલ્થના એમડી અભિનવ ખત્રીએ કહ્યું, 'અનલિસ્ટેડ શેરોની ભારે માગ છે, કારણ કે આ થીમ ઇન્ડિયન કન્ઝમ્પશન સ્ટોરી પર આધારિત છે. રોકાણકારોને લાગી રહ્યું છે કે ખાસ સેગમેન્ટમાં એસબીઆઈ કાર્ડ્સની હાજરીને જોતા તેમાં કારોબારની મોટી સંભાવના જોવા મળી રહી છે.'

આ કંપનીઓ બુક-રનિંગ લીડ મેનેજર
કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, ડીએસપી મેરિલ લિંચ, નોમૂરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી, એચએસબીસી સિક્યોરિટીઝ તથા એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ આઈપીઓના બુક-રનિંગ લીડ મેનેજરો છે. 

એસબીઆઈ કાર્ડના 95 લાખ ગ્રાહક
નવેમ્બરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, એસબીઆઈ કાર્ડના લગભગ 95 લાખ ગ્રાહક છે અને એચડીએફસી બેન્ક બાદ કાર્ડ જારી કરનારી આ બીજી સૌથી મોટી કંપની છે. આરબીઆઈના આંકડા પ્રમાણે, પાછલા ત્રણ વર્ષમાં ભારતમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચમાં વાર્ષિક 35.6 ટકાના દરથી વધારો થયો છે. જ્યારે ક્રેડિટ કાર્ડ બાકીમાં 25.6 ટકાનો વધારો થયો છે. કાર્ડ બિઝનેસ માટે ઇન્ડસ્ટ્રીઝ એવરેજ 3.5 ટકા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર