નવી દિલ્હી: નાણા મંત્રાલય (Finance Ministry)  અને આરબીઆઇ (RBI) મંગળવારે એટલે કે 31 બેઠક કરીને 2020-21ની પહેલી છમાસિક માટે સરકાર (Central Government) ની ઉધાર યોજના પર નિર્ણય કરશે. કોરોના વાયરસ (Coronavirus) મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વપૂર્ણ છે. સૂત્રોના અનુસાર સરકાર કોરોના વાયરસ અથવા કોવિડ 19 (Covid-19) મહામારીની લીધે અર્થવ્યવસ્થા (Economy) સામે આવેલા પડકારોનો સામનો કરવા માટે પોતાની ઉધાર યોજનાને વધારવા માટે સહારો આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ કહ્યું કે નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વચ્ચે પહેલીવાર વીડિયો કોન્ફ્રેસિંગ દ્વાર બેઠક થશે. પીટીઆઇના અનુસાર બેઠક બાદ ડેટેડ સરકારી પ્રતિભૂતિયો અને લધુ અવધિના પત્ર જાહેર કરવાનો ઉધારી કાર્યક્રમની જાહેરાત સાંજે કરવામાં આવશે. બજેટ અનુસાર સરકારની 2020-21માં બજારમાંથી 5.36 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની યોજના છે. 


નાણામંત્રી 2019-20ની પહેલી ચમાસિકમાં ભારત સરકારે 4.42 લાખ કરોડ રૂપિયાની ઉધારી લેવાની યોજના બનાવી હતી. વચગાળાના બજેટમાં સરકારે 2019-20 માટે 7.1 લાખ કરોડની કુલ બજાર ઉધાર અને 4.37 લાખ કરોડ રૂપિયાની નેટ બજાર ઉધારનું અનુમાન લગાવ્યું હતું. નાણામંત્રી 2019-20 માટે કુલ બજાર ઉધારનું સ્તર ગત 9 વર્ષમાં સૌથી વધુ છે. ગત વર્ષે એટલે કે 2018-19માં ભારતની ગ્રોસ બોરોઇંગ 5.71 લાખ કરોડ રૂપિયા હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર