મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંકટનો સામનો કરવા માટે સરકાર તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ કડીમાં શુક્રવારે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ યોજી અને મોટી જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. આરબીઆઈ ગવર્નરે સૌથી મોટી જાહેરાત રિવર્સ રેપો રેટને લઈને કરી છે. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેન્કોનો ઝટકો લાગશે. 


શું ઈચ્છે છે આરબીઆઈ?
આ ઘટાડા દ્વારા આરબીઆઈ બેન્કોને તે સંદેશ આપવા ઈચ્છે છે કે અમારી પાસે પૈસા ન જમા કરાવીને તમે ગ્રાહકોને લોન આપો. મહત્વનું છે કે દેશમાં કામકાજ રહી રહેલી બેન્ક, આરબીઆઈની પાસે એક રકમ રાખે છે. આ રકમ પર આરબીઆઈ તેને વ્યાજ આપે છે. ભારતીય રિઝર્વ બેન્ક આ રકમ પર જે દરથી બેન્કોને વ્યાજ આપે છે, તેને રિવર્સ રેપો રેટ કહે છે. 


2. ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશન  (TLTRO 2) હેઠળ આરબીઆઈએ MFIs અને NBFCsને 50 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. 


કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપોરેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડો 


શું છે તેનું મહત્વ?
હકીકતમાં, તેના દ્વારા આરબીઆઈ લોન્ગ ટર્મમાં પણ બજારમાં લિક્વિડિટી ઓછી ન થવા દેવાનો વિશ્વાસ અપાવવા ઈચ્છે છે. રેપો રેટ શોર્ટ ટર્મ માટે હોય છે. તો લોન્ગ ટર્મ રેપો ઓપરેશન્સ એકથી ત્રણ વર્ષ સુધી હોય છે. તેનાથી બેન્કોની પાસે લોન લેવા માટે સારી સુવિધાઓ હોય છે તો અર્થવ્યવસ્થાને લોન આપવાની પણ સારી તક હોય છે. 


ટીએલટીઆરો 2.0 હેઠળ 50 ટકા ટોટલ અમાઉન્ટ નાના, મધ્યમ આકારના કોર્પોરેટ, એમએફઆઈ, એનબીએફસીને જશે. તેના માટે નોટિફિકેશન આજે આવશે. 


3. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામિણ ક્ષેત્રો અને એનબીએફસી વગેરેના લોન પ્રવાહ માટે મહત્વપૂર્ણ છે. કોવિડ 19ના સમયમાં આ સંસ્થાઓને બજારથી લોન મળવી મુશ્કેલ છે, તેથી નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાની વધારાની રીફાઇનેસિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તેની જાહેરાતનો મતલબ છે કે આરબીઆઈ ગ્રામિણ અર્થવ્યવસ્થાને ગતિ આપવા ઈચ્છે છે. 


4. આ સિવાય આરબીઆઈએ બેન્કોને રાહત આપતા 30 જૂન સુધી તેને એનીએ (ડુબેલી લોન)ને લઈને મોટી છૂટ આપી છે. બેન્કોએ હવે આ સમયે પોતાનો એનપીએ જાહેર કરવો પડશે નહીં. અર્થ સ્પષ્ટ છે કે હવે બેન્કો કોઈ દવાબ વગર આરબીઆઈ પાસેથી કેટલાક દિવસનો સમય લઈ શકે છે. 


5. આ સાથે આરબીઆઈએ બેન્કોને વધુમાં વધુ ગ્રાહકોને ઈએમઆયમાં છૂટ આપવાનું કહ્યું છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈએમઆઈ પર મળનારો સમય 3 મહિના બાદ પણ વધી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube