આ કંપની પેટ્રોકેમિકલ પ્રોજેક્ટમાં કરશે રોકાણ, દેશને 400 મિલિયન US ડોલરની થશે બચત
દિપક નાઈટ્રાઈટે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દિપક ફિનોલિક્સ દ્વારા ફીનોલ અને એસીટોનના ક્ષેત્રે સરેરાશ 80 ટકા ક્ષમતા વપરાશ અને 100 ટકા ક્ષમતાના સર્વોચ્ચ ક્ષમતા વપરાશ સુધી પહોંચીને નાણાંકિય વર્ષ 2019ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે અને એ દ્વારા રૂ.927 કરોડના યોગદાનથી એકંદરે રૂ.2,715 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે.
અમદાવાદ: દિપક નાઈટ્રાઈટે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દિપક ફિનોલિક્સ દ્વારા ફીનોલ અને એસીટોનના ક્ષેત્રે સરેરાશ 80 ટકા ક્ષમતા વપરાશ અને 100 ટકા ક્ષમતાના સર્વોચ્ચ ક્ષમતા વપરાશ સુધી પહોંચીને નાણાંકિય વર્ષ 2019ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે અને એ દ્વારા રૂ.927 કરોડના યોગદાનથી એકંદરે રૂ.2,715 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે.
આ મેગા પ્રોજેક્ટ હાલમાં અસ્તિત્વ ધરાવતાં તમામ એકમોની તુલનામાં 8 ગણો મોટો છે. ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રયાસને અનુસરીને આ પ્રોજેકટ હાથ ધરાયો હતો અને તે વાર્ષિક 2,00,000 મેટ્રિક ટન ફિનોલ અને વાર્ષિક 1,20,000 મેટ્રિક ટન જેટલી પેટા પેદાશ એસીટોનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત સ્થાનિક વપરાશ માટે 2,60,000 મેટ્રિક ટન ક્યુમેનનું પણ ઉત્પાદન કરવાની આ પ્રોજેક્ટની ક્ષમતા છે.
રૂ. 1400 કરોડના મૂડીરોકાણથી સ્થપાયેલો આ પ્રોજેકટ શરૂ થઈ ગયો છે અને છેલ્લા 3 માસથી કાર્યરત છે. માત્ર આ બિઝનેસ વડે જ રૂ. 1000 કરોડનુ ટર્નઓવર હાંસલ થયું છે. મહત્વની બાબત એ છે કે ફિનોલ વડે થતા આયાત અવેજીકરણથી દેશને આયાત ખર્ચમાં 400 મિલિયન યુએસ ડોલરની બચત થશે.
ફીનોલની સિમાચિહ્નરૂપ સિધ્ધી અંગે વાત કરતાં દિપક નાઈટ્રાઈટ એન્ડ ફિનોલિક્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર દિપક મહેતા જણાવે છે ”અમારા ફીનોલ અને એસીટોન તથા આકાર લઈ રહેલા ડેરીવેટિવ્ઝ પ્રોજેક્ટ દેશને રસાયણ ક્ષેત્રે સુરક્ષા પૂરી પાડવાના તથા આયાત અવેજીકરણ તરફનાં પગલાં છે. સંપૂર્ણ ક્ષમતાએ અને લાંબે ગાળે અમે અપેક્ષા રાખીએ છીએ કે દિપક ફિનોલીક્સ દેશને 400 મિલિયન યુએસ ડોલર જેટલા મૂલ્યની આયાત ખર્ચની બચત કરી શકશે. ઘણા નાના અને મધ્યમ કદના એકમોને ફીનોલ અને એસીટોનની સ્થાનિક ઉપલબ્ધિને કારણે પણ લાભ થશે. આગામી વર્ષમાં આ પ્લાન્ટને કારણે દિપક ગ્રુપની આવક હરણફાળ ભરશે. ડીપીએલનુ વધારાનુ ત્રિમાસિક ટર્નઓવર રૂ. 1000 કરોડનો આંકડો વટાવી દેશે અને તે માત્ર શરૂઆત હશે.”
ફીનોલ અને એસિટોનનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે. તે જીડીપી અને માળખાગત સુવિધાઓના વિકાસનો હિસ્સો બની રહેશે, કારણકે સરકારે વપરાશ કરતા ઉદ્યોગોને આ પ્રોડક્ટસની જરૂરિયાત માટે આયાત ખર્ચ કરવો પડે છે. જીડીપી તથા સરકારી ખર્ચ વધતાં છેલ્લા તબક્કે વપરાશ કરતા ઉદ્યોગોની માંગ પણ વધશે.
અગાઉ ભારતમાં ફિનોલની ઉપલબ્ધી માંગના માત્ર 22 ટકા જેટલી જ હતી. અમારો પ્લાન્ટ કાર્યરત થતાં તે 80 ટકા સુધી પહોંચી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ફિનોલ અને એસીટોન ઉપલબ્ધ થતાં ડાઉનસ્ટ્રીમ એકમોનુ ઉત્પાદન પણ વધશે. આ કારણે દેશમાં ફિનોલનુ એકંદર ઉત્પાદન વિસ્તરશે, દેશમાં ફિનોલ તથા એસિટોનનુ બજાર 8 થી 10 ટકાના દરે વધવાની ધારણા છે અને તેનો વપરાશ લેમિનેટ્સ, પ્લાયવુડ, ઓટો, ફાઉન્ડ્રી, ફાર્મસી, એગ્રોકેમિકલ્સ, રબર કેમિકલ્સ, પેઈન્ટસ અને રેસીન્સ જેવા અનેક ઉધોગમાં થાય છે.
કેબીઆર અને હનીવેલ-યુઓપી (ટેકનોલોજી પાર્ટનર) ની અતિ આધુનિક ટેકનોલોજી તથા આઈઓટીથી સજ્જ ગુજરાત રાજ્યમાં દહેજ (પીસીપીઆઈઆર ઝોન)માં આવેલા આ સૌથી મોટા આ અદ્યતન પ્રોજેક્ટથી ભારતની બે તૃતિયાંશ જેટલી જરૂરિયાત પૂર્ણ થાય છે અને આ પ્રોજેક્ટ સૌથી ઓછો થર્મલ વ્યાપ ધરાવે છે તથા 12.6 મિલિયનથી વધુ સલામત માનવ કલાકોનો વિક્રમ ધરાવે છે. આ પ્લાન્ટ અદ્યતન ટેકનોલોજી ધરાવે છે અને તેમાં ઉર્જા કાર્યક્ષમતા તથા પરિવહન સલામતિ અને ઈમર્જન્સી રિસ્પોન્સ પ્રોગ્રામ (ટીઈઆરપી) નો એડવાન્સ લોજીસ્ટીક્સ મેનેજમેન્ટ હેઠળ સમાવેશ કરાયો છે.