એક મેસેજ અને ક્ષણભરમાં તમારું બેંક એકાઉન્ટ ખાલીખમ, COVID 19 Booster Dose ના નામે છેતરપિંડી શરૂ થઈ
છેતરપિંડી કરનારાઓ હંમેશા છેતરપિંડી કરવા માટે કોઈ નવી નવી જ ટેકનિક લઈને આવતા હોય છે. આ વખતે કોવિડ 19 બૂસ્ટર ડોઝના નામે પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. એક માહિતી અનુસાર, છેતરપિંડી કરનાર તમને ફોન કરશે અને પોતાની ઓળખ સરકારી કર્મચારી તરીકે આપશે.
નવી દિલ્હી: ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઘણા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. (COVID 19 Dose Scam). તેનાથી બચાવવા માટે કોવિડ 19 રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે, તાજેતરમાં ભારત સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને COVID 19 બૂસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ કર્યું છે. જો તમારા ઘરમાં પણ 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો છે, તો તમારે વિલંબ કર્યા વિના કોવિડ 19 બૂસ્ટર ડોઝ અપાવવો જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખો કે કોવિડ 19 બૂસ્ટર ડોઝ અને (Corona Virus) ના નામે ઘણી છેતરપિંડી થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. (Coronavirus Omicron) કારણ કે એક નાની બેદરકારી તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
COVID 19 Booster Dose ના નામે ઠગાઈ
છેતરપિંડી કરનારાઓ હંમેશા છેતરપિંડી કરવા માટે કોઈ નવી નવી જ ટેકનિક લઈને આવતા હોય છે. આ વખતે કોવિડ 19 બૂસ્ટર ડોઝના નામે પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. એક માહિતી અનુસાર, છેતરપિંડી કરનાર તમને ફોન કરશે અને પોતાની ઓળખ સરકારી કર્મચારી તરીકે આપશે. તમને જણાવી દઈએ કે આ સાયબર ગુનેગારો માત્ર વધુ વયના નાગરિકોને જ ફોન કરે છે અને તેમની પાસે તમારી કેટલીક વિગતો પહેલાથી જ હોય છે. પછી, તે તમારી પાસેથી નામ, સરનામું અને ઉંમર જેવી કેટલીક અંગત માહિતી માંગે છે. તમે કોવિડ 19 રસીકરણ ક્યારે કરાવ્યું તે પણ તમને જણાવવા કહે છે.
સપાના ઘરમાં જ સ્ટ્રાઈક, ભાજપમાં જોડાઈ શકે છે મુલાયમ સિંહની નાની વહુ, સમીકારણો બદલાયા
પછી તે તમને COVID 19 બૂસ્ટર ડોઝ વિશે પૂછશે, શું તમે બૂસ્ટર ડોઝ મેળવવા અને તેના માટે સ્લોટ બુક કરવા માંગો છો? જો તમે હા માં જવાબ આપો છો, તો તમને COVID 19 બૂસ્ટર ડોઝ માટેની તારીખ અને સમય જણાવવામાં આવશે. પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે અને છેતરપિંડી કરનાર તે OTP માંગશે. મહેરબાની કરીને નોંધ કરો કે આ OTP તમારા એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવા માટે છે. જ્યારે તમે OTP શેર કરો છો, ત્યારે તમારું એકાઉન્ટ પળવારમાં ખાલી થઈ જશે.
યુપી વિધાનસભાની ચૂંટણીમાં જાતિવાદ જ જીતાડશે! જાણો રાજનૈતિક પાર્ટીઓનું ગણિત
ખુદ કરો COVID 19 Booster Dose નો સ્લોટ બુક
જો તમે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગતા હોવ, તો સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે સરકાર કોવિડ 19 બૂસ્ટર ડોઝ માટે કોઈ કોલ કરી રહી નથી. પરંતુ, તેમ છતાં જો તમે બૂસ્ટર ડોઝ મેળવવા માંગતા હોવ તો તમારી જાતે રસીકરણ માટે સ્લોટ બુક કરવવો પડશે. આ માટે તમે http://cowin.gov.in વેબસાઇટ અથવા આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube