UP Assembly Election માં જાતિવાદ જ જીતાડશે! જાણો તમામ રાજનૈતિક પાર્ટીઓનું ગણિત

ઉત્તર પ્રદેશમાં ભાજપ (BJP), બસપા (BSP), સપા (SP), કોંગ્રેસ (Congress) અને આરએલડી (RLD)એ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તમામ રાજકીય પક્ષોની યાદીમાં ઉમેદવારોની જ્ઞાતિનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

UP Assembly Election માં જાતિવાદ જ જીતાડશે! જાણો તમામ રાજનૈતિક પાર્ટીઓનું ગણિત

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election)નું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. એવું માનવામાં આવે છે કે જો તમારે યુપી (UP)માં ચૂંટણી જીતવી હોય તો તમારું સોશિયલ એન્જિનિયરિંગ (Social Engineering) સારું હોવું જરૂરી છે. મતલબ કે વધુને વધુ જ્ઞાતિના લોકોને તમારી તરફેણમાં લાવવા પડશે. તમામ રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં જ્ઞાતિના ગણિત પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સોશિયલ એન્જિનિયરિંગના દમે ચૂંટણી લડશે રાજકીય પાર્ટીઓ!
ઉત્તર પ્રદેશમાં ભાજપ (BJP), બસપા (BSP), સપા (SP), કોંગ્રેસ (Congress) અને આરએલડી (RLD)એ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તમામ રાજકીય પક્ષોની યાદીમાં ઉમેદવારોની જ્ઞાતિનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ દેશમાં કૌટુંબિક સેક્સ છે માન્ય, ભાઈ-બહેન માણી શકે છે શારીરિક સંબંધ, અને હવે સરકાર...

ભાજપનું ચૂંટણી ગણિત શું છે?
ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે 107 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 63 ધારાસભ્યોને ફરી રિપીટ કર્યા છે, જ્યારે 20 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે ભાજપે 21 નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણી કરી છે. ભાજપે OBC, SC અને મહિલાઓને 68 ટકા બેઠકો આપી છે. ભાજપે ઓબીસીને 44, એસસીને 19 અને મહિલાઓને 10 ટિકિટ આપી છે.

એસપી-આરએલડીનું સોશિયલ એન્જિનિયરિંગ
જ્યારે, સપા અને આરએલડીએ અત્યાર સુધીમાં 36 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આરએલડીએ 26 તો સપાએ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં જાટ અને મુસ્લિમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આરએલડીએ થાણા ભવનથી અશરફ અલી, બુઢાનાથી રાજપાલ બાલિયાન, મીરાપુરથી ચંદન ચૌહાણ, મુરાદનગરથી સુરેન્દ્ર કુમાર મુન્ની, શિકારપુરથી કિરણપાલ સિંહ, બરૌલીથી પ્રમોદ ગૌર અને ઈગલાસથી વિરપાલ સિંહ દિવાકરને ટિકિટ આપી છે.

બસપાએ પણ રાખ્યું જાતિનું ધ્યાન
આ સિવાય બસપાએ યુપી વિધાનસભા માટે પોતાના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. બસપાએ પ્રથમ તબક્કામાં 58માંથી 53 બેઠકો માટે ઉમેદવારોની ટિકિટ ફાઈનલ કરી દીધી છે. બસપાએ 14 મુસ્લિમ અને 9 અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news