ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીને કારણે જે રીતે લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને લોકોની આવક પર અસર પડી છે, તેનાથી ગત એક વર્ષમાં અંદાજે 23 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે. તેનો દાવો અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગ્રામીણ ગરીબી દરમાં 15 ટકાનો વધારો થયો છે અને શહેરી ગરીબી દરમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘કામકાજી ભારતની સ્થિતિ કોવિડનું એક વર્ષ’ આ નામે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. મહામારી દરમિયાન નેશનલ લઘુત્તમ આવક સીમા 23 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય લઘુત્તમ વેજ 375 રૂપિયા પ્રતિદિન છે. 


આ નોટમાં કહેવાયું છે કે, લોકોની આવક દરેક જગ્યાએ ઓછી છે. તેમ છતાં મહામારીની અસર ગરીબ ઘરો પર વધુ પડી રહી છે. ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં 20 ટકા ગરીબ પરિવારોએ પોતાની સમગ્ર આવક ગુમાવી છે. 


તેના વિપરીત, અમીર ઘરોમાં પોતાના પૂર્વ મહામારી આવકના એક ચતુર્થાશંથી પણ ઓછું નુકસાન થયું છે. સમગ્ર આઠ મહિનાના સમયગાળા દરમિયાન 10 ટકાથી નીચેના હિસ્સામાં એક ટકા ઘરાનાને 15,700 રૂપિયાનું નુકસાન થયું છે. અથવા માત્ર બે મહિનાની આવકમાં સમય કાઢવા મજબૂર થવું પડ્યું છે. 


આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, ગત વર્ષે લોકડાઉન દરમિયાન દેસભરમાં એપ્રિલ-મે 2020 સુધી લગભગ 10 કરોડ લોકોની નોકરી જતી રહી છે, લગભગ 1.5 કરોડ શ્રમિક 2020 ના અંત સુધી કામથી બહાર રહ્યા છે. જુન 2020 સુધી તેઓ કામ પર પરત આવી ગયા હતા, પરંતુ 2020 ના અંત સુધી 1.5 કરોડ લોકો કામથી વંચિત રહ્યા હતા.