નવી દિલ્હીઃ SME IPO: ભારતની સૌથી મોટી એડ એજન્સી ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ (Crayons Advertising) એ પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે ઈશ્યૂ પ્રાઇઝ નક્કી કરી લીધી છે. આ આઈપીઓની ઈશ્યૂ પ્રાઇઝ 62થી 65 રૂપિયા પ્રતિ શેર છે. આ SME IPO આગામી સપ્તાહે રોકાણકારો માટે ખુલશે. ક્રેયોન્સ એડવરટાઇઝિંગ એસએમઈ આઈપીઓનો વર્તમાન જીએમસી (GMP) 35 રૂપિયા છે. નોંધનીય છે કે આ શેર બજારમાં લિસ્ટેડ થનારી પ્રથમ એડ એજન્સી હશે. જાણો આઈપીઓની વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેયોન્સ એડવરટાઇઝિંગ આઈપીઓમાં 64.30 લાખ ઇક્વિટીશેર ઓફર કરી રહી છે. તેમાંથી 30.52 લાખ શેર ક્યૂઆઈબી માટે રાખવામાં આવ્યા છે, 9.18 લાખ શેર એચએનઆઈ માટે રિઝર્વ છે અને 21.38 શેર રિટેલ રોકાણકારોને આપવામાં આવશે. આ આઈપીઓની કોર્પોરેટ કેપિટલ વેંચર લીડ મેનેજર છે અને સ્કાઈલાઇન ફાઈનાન્શિયલ સર્વિસ રજિસ્ટ્રાર છે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પર લિસ્ટ થશે.


આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત


41.79 કરોડ ભેગા કરવાની યોજના
આ આઈપીઓ દ્વારા કંપનીની યોજના 41.79 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરવાની છે. આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમને ક્રેયોન્સ પોતાના ફિલ્મ અને એનીમેશન સ્યૂડિયોને સ્થાપિત કરવા સિવાય એઆર, વીઆર સહિત અન્ય તકનીક ડેવલોપ કરવા પર ભાર આપશે. 


કેવા હતા પરિણામ
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2023ના નવ મહિનામાં ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગને 203.75 કરોડની આવક અને 12.67 કરોડને નેટ પ્રોફિટ હાસિલ કર્યો હતો. તો નાણાકીય વર્ષ 2022માં કંપનીએ કુલ 194.05 કરોડની આવક અને 1.61 કરોડનો પ્રોફિટ કર્યો હતો. આ કંપનીની સ્થાપના 1986માં થઈ હતી. 


આ પણ વાંચોઃ ખુશખબર : મોદી સરકાર ખેડૂતોને આપશે ₹1.08 લાખ કરોડની સબસિડી, આ રીતે મળશે લાભ


શું છે પ્લાન
આ પહેલા ક્રેયોન્સે પોતાની વિસ્તાર યોજનાની જાહેરાત કરી હતી. ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગના અધિકારી આશ્રય લલાનીએ કહ્યુ- અમે એક મહત્વપૂર્ણ ભારતીય ડાયસ્પોરાની સાથે મધ્ય પૂર્વ, અમેરિકા અને યૂકેમાં મજબૂત ઉપસ્થિતિનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તે માટે નવા અધિગ્રહણનો પ્રયાસ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube