ખુશખબર : મોદી સરકાર ખેડૂતોને ખરીફ સિઝન માટે આપશે ₹1.08 લાખ કરોડની સબસિડી, આ રીતે મળશે લાભ

Fertilizer Subsidy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંગળની બેઠકમાં ખરીફ સિઝન માટે યૂરિયા પર 70,000 કરોડ રૂપિયા અને ડીએપી તથા અન્ય ખાતરો માટે 38,000 કરોડ રૂપિયાની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

ખુશખબર : મોદી સરકાર ખેડૂતોને ખરીફ સિઝન માટે આપશે ₹1.08 લાખ કરોડની સબસિડી, આ રીતે મળશે લાભ

નવી દિલ્હીઃ Fertilizer Subsidy: કેન્દ્ર સરકારે ખરીફ સત્ર માટે 1.08 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. આજે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે. કેન્દ્રીય મંત્રી મંડળે ખરીફ પાક  2023-24  માટે 1.08 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડીને બુધવારે મંજૂરી આપી છે. સરકારના આ પગલાનો ઈરાદો ખાતરોની છુટક કિંમતોમાં ભાવ વધારો રોકવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ખરીફ સત્ર માટે યૂરિયા પર 70000 કરોડ રૂપિયા અને ડીએપી તથા અન્ય ખાતરો માટે 38000 કરોડ રૂપિયાની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

ખાતરની MRP પર કોઈ ફેરફાર નહીં
ખાતર તથા રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ મંત્રીમંડળમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું, “એપ્રિલ 2023, માર્ચ 2024 ની ખરીફ સિઝનમાં કુલ રૂ. 1.08 લાખ કરોડ ખાતર સબસિડી પર ખર્ચવામાં આવશે.” આ સાથે તેમણે કહ્યું કે આ દરમિયાન ખાતરની મહત્તમ છૂટક કિંમતો (MRP)માં કોઈ ફેરફાર થશે નહીં. સમયગાળો હાલમાં યુરિયાનો ભાવ પ્રતિ થેલી રૂ. 276 છે જ્યારે ડીએપી રૂ. 1,350 પ્રતિ થેલી વેચાઇ રહી છે. આશરે 12 કરોડ ખેડૂતોને ખાતર સબસિડીનો લાભ મળવાની અપેક્ષા છે.

IT હાર્ડવેર ઈન્ડસ્ટ્રી માટે PLI સ્કીમને મંજૂરી
આ સિવાય કેબિનેટ બેઠકમાંથી અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પ્રમાણે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઈટી સાથે જોડાયેલા હાર્ડવેર બનાવવા માટે PLI (પ્રોડક્શન લિંક્ડ સ્કીમ) ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સ્કીમમાં આશરે 17 હજાર કરોડ રૂપિયાની નાણાકીય મદદ કરવામાં આવશે. આઈટી હાર્ડવેરમાં મેક ઈન ઈન્ડિયાને બૂસ્ટ આપવા માટે આ પગલું મહત્વનું સાબિત થશે. 

કેન્દ્રીય માહિતી  ટેકનોલોજી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 17,000 કરોડ રૂપિયાના બજેટીય ખર્ચની સાથે આઈટી હાર્ડવેર માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. કાર્યક્રમનો સમયગાળો છ વર્ષનો છે. 

આઈટી હાર્ડવેર પીએલઆઈ યોજના બે પ્રકારના લેપટોપ, ટેબલેટ, દરેક ઉપકરણોથી લેસ પર્સનલ કમ્પ્યૂટર (ઓલ ઇન વન પીસી) સર્વર વગેરે આવશે. મંત્રીએ કહ્યું કે, આ પ્રોત્સાહન યોજનાથી 3.35 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદન અને 2430 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું અનુમાન છે. તેનાથી સીધી રીતે 75,000 લોકોને રોજગાર મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે સરકારે ફેબ્રુારી, 2021માં 7350 કરોડ રૂપિયાના ખર્ચની સાથે આઈટી હાર્ડવેર માટે પ્રથમ પીએલઆઈ યોજનાને મંજૂરી આપી હતી. તેમાં લેપટોપ, ટેબલેટ, દરેક ઉપકરણથી યુક્ત પર્સનલ કમ્પ્યૂટર અને સર્વર સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news