Credit Card થી Payment કરતા પહેલાં જાણી લો RBI ની નવી Guidelines, નહીં તો પસ્તાશો
Credit Card Update: ક્રેડિટ કાર્ડનો વપરાશ લગભગ દરેક લોકો કરે છે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે ક્રેડિટ કાર્ડથી અમુક પ્રકારનું Payment નથી કરી શકાતું. અમુક ખાસ પ્રકારના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવા પર ભારતીય રિઝર્વ બેન્કે પ્રતિબંધ મુક્યો છે.
નવી દિલ્લીઃ ક્રેડિટ કાર્ડનો વપરાશ લગભગ દરેક લોકો કરે છે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે ક્રેડિટ કાર્ડથી અમુક પ્રકારનું Payment નથી કરી શકાતું. અમુક ખાસ પ્રકારના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવા પર ભારતીય રિઝર્વ બેન્કે પ્રતિબંધ મુક્યો છે. કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડ (Credit Card In Hindi) નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આજના સમયમાં લોકો શોપિંગ, ટ્રાવેલિંગ જેવા કામોમાં ક્રેડિટ કાર્ડ (Uses Of Credit Card) નો ઉપયોગ કરે છે. ઘણી વખત એકાઉન્ટમાં રૂપિયા ના હોવાના કારણે મુશ્કેલ સમયમાં લોકો ક્રેડિટ કાર્ડ પર લોન પણ લે છે. સૌથી ખાસ વાત એ છે કે જો લોનની રકમ વધારે ના હોય તો લોન સરળતાથી મળી જાય છે.
Aadhar Card માં આ રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો ફોન નંબર, જાણો આખી પ્રોસેસ
ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ખાસ નિયમ:
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક લોકો કરે છે પરંતુ આનાથી જોડાયેલા કેટલાક નિયમ ખૂબ ઓછા લોકો જાણે છે. ક્રેડિટ કાર્ડ (Prohibited Transactions On Credit Card) નો ઉપયોગ અમુક પ્રકારના પેમેન્ટ માટે નથી કરી શકાતો. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) અમુક ખાસ પેમેન્ટ્સ (Credit Card Payment) પર ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર લગાવ્યો છે પ્રતિબંધ.
PF WITHDARW: નોકરી બદલવા પર ના નીકાળો PFની રકમ, થઈ શકે છે મોટું નુકસાન
ક્રેડિટ કાર્ડથી આ પેમેન્ટ પર રોક:
RBIએ જે જગ્યાઓ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર રોક લગાવી છે તે આ છે.
1 ફોરેક્સ ટ્રેડિંગ
2 લોટરી ટિકિટની ખરીદી
3 કોલ બેંક સર્વિસેઝ
4 બેટિંગ (સટ્ટાબાજી)
5 સ્વીપસ્ટેક્સ (ઘોડાની રેસ પર રૂપિયા લગાવવા)
6 સટ્ટા સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન
7 પ્રતિબંધિત મેગઝીન્સની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
Income Tax ના નવા પોર્ટલ પરથી તાત્કાલિક બનાવો ઈ-પાન, જાણો કઈ રીતે APPLY કરશો
SBI ના કસ્ટમર્સને કર્યા ઈમેલ:
SBI એ પોતાના કસ્ટમર્સને ઈમેલ મોકલીને RBI ની આ ગાઈડલાઈનની જાણકારી આપી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વિદેશી ફોરેક્સ ટ્રેડિંગ મરચન્ટ, કસીનો, હોટલ અને વેબસાઈટ છે જે તમને આ સેવાઓ માટે પોતાના ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવાનું કહે છે પરંતુ તે પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી ન કરવું.
Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો
જાણો શું છે નિયમ:
વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 (Foreign Exchange Management Act, 1999) અને અન્ય લાગેલા નિયમો અંતર્ગત જણાવવામાં આવેલી જગ્યાઓ પર ખરીદી માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ છે. ભારતીય રિઝર્વ બેન્કે પોતાના નિયમોમાં કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્ડ ધારકને ગુનેગાર ગણવામાં આવશે અને આ ઉપરાંત કાર્ડ ધારકનું કાર્ડ પણ જપ્ત થઈ શકે છે.
Indian Railways: હવે તમારી ટ્રેન ટિકિટ પર કોઈ બીજું પણ કરી શકશે મુસાફરી! આ સુવિધા વિશે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube