Aadhar Card માં આ રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો ફોન નંબર, જાણો આખી પ્રોસેસ

જો તમે Aadhar card સાથે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કર્યો નથી. તો તમારા માટે અમે એકદમ સીધા અને સરળ શબ્દોમાં માહિતી લઈને આવ્યા છીએ. જેનાથી તમારે કોઈ એનરોલમેન્ટ સેન્ટર પર જવાની જરૂર નહીં રહે.

Aadhar Card માં આ રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો ફોન નંબર, જાણો આખી પ્રોસેસ

નવી દિલ્લી: Aadhar Card યૂઝર્સનો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. તેનાથી અનેક વસ્તુમાં સરળતા થઈ જાય છે. હજુ સુધી યૂઝર્સને Aadharમાં ફોન નંબર અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર જવું પડતું હતું. આ પ્રોસેસને અનેક લોકો પસંદ કરતા નથી. જોકે હવે UIDAIએ તેને હટાવી દીધું છે.

કઈ રીતે કરશો Aadhar કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક:
હવે Aadhar યૂઝર્સ ફોન નંબર અપડેટ કે લિંક ઘરે બેઠા કરી શકો છો. તેના માટે તમારે સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) પર જવું પડશે. ત્યારે આવો જાણીએ કે કઈ રીતે ઓનલાઈન ફોન નંબરને આધાર સાથે લિંક કરી શકાય. Aadhar સાથે ફોન નંબરને લિંક કરવા માટે તમારે કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. અહીંયા અમે તમને તે સ્ટેપ્સ બતાવી રહ્યા છીએ. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે સરળતાથી આધારથી ફોન નંબરને લિંક કે અપડેટ કરી શકો છો.

1. સૌથી પહેલાં તમારે UIDAI વેબ પોર્ટલ પર વિઝિટ કરવી પડશે.

2. ત્યાં જઈ તમે ask.uidai.gov.in પર ક્લિક કરો.

3. અહીંયા તમારે એડ ફોન નંબર પર ક્લિક કરવું પડશે.

4. તેના પછી તે ફોન નંબર સબમિટ કરવો પડશે જેને તમે અપડેટ કરવા માગો છો.

5. આગામી સ્ટેપમાં તમારે કેપ્ચા કે સિક્યોરિટી કોડ નાંખવો પડશે.

6. જે સબમિટ કર્યા પછી તમારે સેન્ડ OTP પર ક્લિક કરવું પડશે.

7. OTP આવ્યા પછી તેને સબમિટ કરો અને પછી Submit OTP & Proceed ઓપ્શન પર ક્લિક કરો.

8. ત્યારબાદ તમને એક ડ્રોપ ડાઉન મેનૂ જોવા મળશે

9. તેમાં તમારે Online Aadhar Servicesનો ઓપ્શન આવશે

10. તેમાં નામ, સરનામું, જેન્ડર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જેવા ઓપ્શન જોવા મળશે.

11. તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો તેના પર ક્લિક કરો.

12. ત્યારબાદ નામ, મોબાઈલ નંબર, આધાર નંબરની માહિતી ભરી દો.

13. જેના પછી આગામી પેજ પર તમને કેપ્ચા જોવા મળશે.

14. તે સબમિટ કર્યા પછી OTP તમારા ફોન પર આવશે.

15. તેને સબમિટ કરીને Save and Proceed પર ક્લિક કરો.

16. આ તમામ સ્ટેપ્સ કરવાથી તમારો ફોન નંબર અપડેટ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news