નવી દિલ્હી: ઘણીવાર Credit card વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને Credit card statement જોઇને આપના હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટ (Bank acccount) માં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂર રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચિંગ પહેલાં OnePlus 7 Pro ના સ્પેસિફિકેશન્સ થયા લીક, જાણો શું છે ખાસ ફીચર્સ


જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેંટ સમયસર કર્યું નથી અને તેને આગામી મહિના માટે ટાળી દીધું, તો તેના 2 નુકસાન છે-1 ) આગામી મહિને તમારે પુરા પેમેન્ટ સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે. 2) પુરા પૈસા, વ્યાજ અને પેનલ્ટી આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એ પણ થઇ શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જશે અને પછી પેમેન્ટ ન કરશો નહી. 


તેનાથી સારું છે કે તમે મિનિમમ ડ્યૂ પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ પર ધ્યાન આપશો તો ટોટલ આઉટસ્ટેડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખેલી હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે, પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આગામી મહિને ખર્ચ પર લગામ લગાવીને તમે પુરૂ પેમેન્ટ કરી શકો છો. 

ગૂગલના સ્માર્ટફોન પરથી ઉઠ્યો પડદો, જાણો ક્યારથી કરી શકશો બુકિંગ


દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. આપણે મહિને એટલી રકમ ખર્ચ કરી શકો છો. પેમેન્ટ ડેટ પર ખર્ચ કરવામાં આવેલી રાશિ ચૂકવતાં તમારે કોઇ એક્સટ્રા ચાર્જ અથવા વ્યાજ ચૂકવવું નહી પડે. જોકે જો તમે ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કર્યો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ લગભગ 600 થી 1000 રૂપિયા સુધી થઇ શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે તમારી ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો, અને તેનાથી વધુ ખર્ચ ન કરો. તમે ક્રેડિટ કાર્ડ કંપની સાથે સંપર્ક કરીને તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી શકો છો.