લોન્ચિંગ પહેલાં OnePlus 7 Pro ના સ્પેસિફિકેશન્સ થયા લીક, જાણો શું છે ખાસ ફીચર્સ

લોન્ચિંગના પાંચ દિવસ પહેલાં OnePlus 7 અને OnePlus 7 Pro ની ડિટેલ્સ લીક થઇ ગઇ છે. આ સ્માર્ટફોન ભારતમાં 14 મેના રોજ લોન્ચ થવાનો છે. લોન્ચિંગ પહેલાં સ્પેસિફિકેશન્સ અને પ્રાઇસનો ખુલાસો થયો છે. વનપ્લસે બજારમાં પોતાની ઓળખ વધુ ફીચર અને ઓછી કિંમતના આધારે બનાવી. પરંતુ OnePlus 7 અને OnePlus 7 Pro એ આ ભ્રમને તોડી દીધો છે. OnePlus 7 Pro ના 12GB+128GB વેરિએન્ટની કિંમત 57999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રિપલ કેમેરા લાગેલા છે.

Updated By: May 10, 2019, 11:38 AM IST
લોન્ચિંગ પહેલાં OnePlus 7 Pro ના સ્પેસિફિકેશન્સ થયા લીક, જાણો શું છે ખાસ ફીચર્સ
ફોટો સાભાર: ટ્વિટર

નવી દિલ્હી: લોન્ચિંગના પાંચ દિવસ પહેલાં OnePlus 7 અને OnePlus 7 Pro ની ડિટેલ્સ લીક થઇ ગઇ છે. આ સ્માર્ટફોન ભારતમાં 14 મેના રોજ લોન્ચ થવાનો છે. લોન્ચિંગ પહેલાં સ્પેસિફિકેશન્સ અને પ્રાઇસનો ખુલાસો થયો છે. વનપ્લસે બજારમાં પોતાની ઓળખ વધુ ફીચર અને ઓછી કિંમતના આધારે બનાવી. પરંતુ OnePlus 7 અને OnePlus 7 Pro એ આ ભ્રમને તોડી દીધો છે. OnePlus 7 Pro ના 12GB+128GB વેરિએન્ટની કિંમત 57999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રિપલ કેમેરા લાગેલા છે.

ગૂગલના સ્માર્ટફોન પરથી ઉઠ્યો પડદો, જાણો ક્યારથી કરી શકશો બુકિંગ

OnePlus 7 Pro સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનની નોચ લેસ ડિસ્પ્લે અને પોપ-અપ સેલ્ફી કેમેરો લાગેલો છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે લાગેલી છે, જેનું રિઝોલ્યૂશન 3120X1440 પિક્સલ છે. આ એંડ્રોઇડ 9.0 પાઇ પર કામ કરે છે. ત્રણ વેરિએન્ટ- 6GB+128GB, 8GB+256GB અને 12GB+256GB માં સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. પ્રોસેસરની વાત કરીએ તો, ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 ઓક્ટા SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેમિંગ માટે 640 Adreno GPU નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

તમારું Whatsapp થઇ શકે છે બેન! આ રીતે જાણો એપ અસલી છે કે નકલી

6GB+128GB: રૂપિયા 49,999
8GB+256GB: રૂપિયા 52,999
12GB+256GB: રૂપિયા 57,999

ટ્રિપલ રિયર કેમેરા- 48MP+16MP+8MP કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે. ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર પણ ઓપ્શન પણ છે. આ સ્માર્ટફોનની બેટરી 4000mAh ની છે.