Credit Guarantee Scheme For Startups: સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપ કંપનીઓને મહત્તમ 10 કરોડ રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર મળી જશે. લોનની ગેરંટી સરકાર પોતે આપશે. આ માટે કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ તેમને નિર્ધારિત મર્યાદા સુધી કોઈ પણ ગેરંટી વગર કરજ  અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Department for Promotion of Industry and Internal Trade (DPIIT) એ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ છે. નોટિફિકેશન મુજબ એલિજિબલ કરજદારને 6 ઓક્ટોબર કે તે પછી મંજૂર લોન/કરજ આ યોજના હેઠળ મળવા પાત્ર ગણાશે. 


સ્ટાર્ટઅપને મળેલી આ બે પ્રકારની લોન પર સરકાર આપશે ગેરંટી


1. લેવડદેવડની 80 ટકા રકમ સુધી લોન ગેરંટીનું કવર મળશે. તે લેવડદેવડ આધારિત ગેરંટી હશે. તેમાં બેંક-સ્ટાર્ટઅપને લોન ગેરંટી આપશે. 


-  જે સ્ટાર્ટઅપની લોકનની સ્વીકૃત રકમ 3 કરોડ સુધી હશે તેમને 80 ટકા રકમ પર ટ્રાન્ઝેક્શન બેસ્ડ કવર મળશે. 
- 3-5 કરોડ સુધીની લોન રકમવાળાઓને 75 ટકા પર ગેરંટી કવર મળશે. 
- જ્યારે 10 કરોડ રૂપિયા સુધીની લોનવાળા સ્ટાર્ટઅપને 65 ટકા રકમ પર લોન ગેરંટી મળશે. 


2. CGSS હેઠળ લોન પર અમ્બ્રેલા બેસ્ડ ગેરંટી પણ મળશે. જેમાં સેબીના એઆઈએફ નિયમો હેઠળ રજિસ્ટર્ડ વેન્ચર ડેટ ફંડ (વીડીએફ)ને ગેરંટી કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


સરકારની લોન ગેરંટીના હકદાર હશે આ સ્ટાર્ટઅપ
1. DPIIT પાસેથી માન્યતા પ્રાપ્ત
2. જે સતત કમાણી કરી રહ્યા છે, અને તેની પુષ્ટિ છેલ્લા 12 મહિનાના ઓડિટેડ મંથલી સ્ટેટમેન્ટથી થઈ રહી હોય.
3. કોઈ બેંક કે રોકાણકાર સંસ્થાના ડિફોલ્ટર ન હોય અને જેની લોન એનપીએ જાહેર ન થઈ હોય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube