Crorepati Tips: કરોડપતિ બનાવી શકે છે આ ગજબની ફોર્મ્યુલા... બસ છોડવી પડશે દરરોજની બે પ્યાલી ચા!
પ્રોફેશનલ લોકોની વાત કરીએ તો સામાન્ય રીતે ચા પ્રેમીઓ દિવસમાં સરેરાશ બે વાર ચા પીવે છે અને તેના પર ઓછામાં ઓછા 20 રૂપિયાનો ખર્ચ કરે છે. માત્ર આ 20 રૂપિયા બચાવીને તમે બની શકો છો કરોડપતિ! તમારે આ બચત કરેલા પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું પડશે.
નવી દિલ્હીઃ ધનવાન (Rich)બનવાનું સપનું કોનું નથી હોતું, દરેક ઈચ્છે છે કે તેની પાસે ખુબ પૈસા હોય અને તે પોતાના સપના પૂરા કરી શકે. જો તમે પણ કરોડપતિ બનવા ઈચ્છો છો તો આ સપનું પૂરુ કરવું એટલું પણ મુશ્કેલ નથી. તે માટે બસ નાની બચત, યોગ્ય જગ્યાએ રોકાણ અને એક ટાર્ગેટ અને એક દ્રઢ સંકલ્પ ખુબ જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે દરરોજ માત્ર બે પ્લાયી ચા છોડીને કરોડપતિ બની સકો છો. તેનાથી તમે ન માત્ર ધનવાન બનશો, પરંતુ ચાની સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરથી પણ બચી શકશો. આવો તમને જણાવીએ આ ગજબની ટિપ્સ વિશે..
દરરોજ બચાવો 2 ચાના 20 રૂપિયા
ઘણા લોકો દિવસની શરૂઆચ ચાની ચુસ્કી સાથે કરે છે અને કેટલાક લોકો તો એવા હોય છે જે દિવસમાં 1-2 નહીં પણ ઘણી પ્યાલી ચા પીવે છે. આપણે બધાને ખ્યાલ છે કે ચા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને તેને છોડવી સરળ નથી. પરંતુ ભલે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અને તે પણ જ્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતી ચા છોડીને તમે ધનવાન બની શકો છો. પ્રોફેશનલ લોકોની વાત કરીએ તો સામાન્ય રીતે ચાના શોખીન એવરેજ દિવસમાં બે વખત ચા પીવે છે અને તેના પર 20 રૂપિયા ખર્ચ કરે છે. બસ આ 20 રૂપિયાની બચત કરી તમે કરોડપતિ બની શકો છો.
આ પણ વાંચોઃ ત્રણ ગણા ફાયદાના સંકેત, સોમવારે ખુલી રહ્યો છે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધમાલ
બચતના પૈસાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ
હવે વાત કરીએ કે દિવસમાં માત્ર બે પ્યાલી ચા છોડીને કે દરરોજના 20 રૂપિયા બચાવી કરોડપતિ કઈ રીતે બની શકાય છે. તમને જણાવી દઈએ કે તે માટે એક ફોર્મ્યુલા કામ કરે છે. જો તમે દરરોજ બે ચાના પૈસા બચાવો છો કે દરરોજના 20 રૂપિયાની બચત કરો તો મહિને 600 રૂપિયા થાય છે. જો તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશો. તે માટે તમારે મ્યૂચુઅલ ફંડમાં દર મહિને રોકાણ કરવું પડશે. મ્યૂચુઅલ ફંડમાં લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં જબરદસ્ત રિટર્ન મળે છે. જે 15થી 20 ટકા સુધી હોઈ શકે છે.
SIP કરાવી આ રીતે બનશે કરોડોનું ફંડ
જો તમે બે ચાના પૈસાને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કરી શકો છો. આ રીતે જો કોઈ 20 વર્ષનો યુવક મહિનામાં 600 રૂપિયાની રકમને મ્યૂચુઅલ ફંડમાં એસઆઈપી કરે છે. તો પછી 480 મહિના કે 40 વર્ષ સુધી આ રકમ ઈન્વેસ્ટ કરવા પર તમારા કુલ 2,88,000 રૂપિયા જમા થશે. તો આ સમયમાં 15 ટકા રિટર્ન પ્રમાણે જુઓ તો તમારી તમારા દ્વારા ભેગી કરેલી રકમ 1,88,42,253 રૂપિયા થઈ જશે. જો SIP માં 20 ટકા રિટર્નના આધારે જુઓ તો પછી તમારી રકમ 10,18,16,777 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચોઃ વોડાફોન-આઈડિયા, યસ બેંક... 10 એવા સ્ટોક જેણે 5 વર્ષમાં રોકાણકારોને કંગાળ બનાવી દીધા
લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં જબરદસ્ત ફાયદા
મ્યૂચુઅલ ફંડ (Mutual Fund)માં કરવામાં આવેલા રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાથી તમારા દ્વારા કરવામાં આવેલું નાનું રોકાણ લોન્ગ ટર્મમાં મોટું ફંડ બની શકે છે. કરોડપતિ બનવાની આ ફોર્મ્યુલા સફળ છે. પરંતુ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ પર જોખમ પણ હોય છે. શેરબજારમાં થતી ઉથલ-પાથલ તમારા રોકાણ પર અસર કરે છે. તેવામાં તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા બાદ રોકાણ શરૂ કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડના રોકાણ પણ જોખમો અધીન હોય છે. એટલે તમારે રોકાણ કરતા પહેલા નાણાકીય એડવાઇઝરની સલાહ જરૂર લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube