ત્રણ ગણા ફાયદાના સંકેત, સોમવારે ખુલી રહ્યો છે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધમાલ

Motisons Jewellers IPO : રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત મોતીસન્સ જ્વેલર્સ  ( Motisons Jewellers) નો આઈપીઓ આગામી સોમવારે ખુલી રહ્યો છે. કંપનીએ આઈપીઓ માટે 52થી 55 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપની આઈપીઓ દ્વારા 151.09 કરોડ રૂપિયા ભેગા કરશે. જાણો આઈપીઓની દરેક વિગત...

ત્રણ ગણા ફાયદાના સંકેત, સોમવારે ખુલી રહ્યો છે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધમાલ

મુંબઈઃ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. આ વચ્ચે અમે તમને એક એવા આઈપીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે આગામી સપ્તાહે બજારમાં હિટ કરી રહ્યો છે. પરંતુ અત્યારથી ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. આ છે જયપુરની કંપની મોતીસન્સનો આઈપીઓ. આ આઈપીઓ માટે કંપનીએ જે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે, ગ્રે માર્કેટમાં તેનાથી ત્રણ ગણા ભાવ ચાલી રહ્યાં છે.

શું કરે છે કંપની
અમે જે કંપનીના આઈપીઓની વાત કરી રહ્યાં છીએ તે મોતીસન્સ જ્વેલર્સ છે. આ કંપની જયપુરની છે. મોતીસન્સ જ્વેલર્સે (Motisons Jewellers)વર્ષ 1997માં જયપુરમાં એક શો-રૂમની સાથે પોતાનો જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો હતો. આ સમયે મોતીસન્સ બ્રાન્ડ હેઠળ ચાર શોરૂમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. હવે તેનો વિસ્તાર કરવાનો પ્લાન છે.  

ક્યારે ખુલશે મોતીસન્સ જ્વેલર્સનો આઈપીઓ
મોતીસન્સ જ્વેલર્સ કંપનીનો આઈપીઓ 18 ડિસેમ્બર 2023ના ખુલશે. તેમાં ઈન્વેસ્ટર 20 ડિસેમ્બર 2023 સુધી બોલી લગાવી શકશે. પરંતુ એન્કર ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યૂ ઓપન થઈ ગયો છે. 

કેટલા શેર વેચવામાં આવશે
મોતીસન્સ જ્વેલર્સના પ્રમોટર આ આઈપીઓ દ્વારા 2.74 કરોડ ઈક્વિટી શેર વેચી રહ્યાં છે. તેમાં કોઈ ઓએફએસ સામેલ નથી. તેનો અર્થ છે કે આઈપીઓથી થનારી તમામ આવક કંપનીની પાસે જશે. નોંધનીય છે કે ઓફર સાઇઝનો અડધો ભાગ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ QIB)માટે, 15 ટકા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ (NII) માટે અને બાકીના 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. કંપનીએ આ વર્ષે ઓક્ટોબરમાં પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા 33 કરોડ રૂપિયા ભેગા કર્યાં હતા. આ રકમ 55 રૂપિયા પ્રતિ શેરની ઓફર પ્રાઇઝ પર ભેગી કરવામાં આવી હતી. 

ક્યારે થશે શેરનું એલોટમેન્ટ?
જાણવા મળી રહ્યું છે કે મોતીસન્સ જ્વેલર્સ આઈપીઓના શેરનું એલોટમેન્ટ 21 ડિસેમ્બરે થશે. જે ઈન્વેસ્ટરોને આઈપીઓનું એલોટમેન્ટ મળશે નહીં તેને 22 ડિસેમ્બરે રિફંડ મળી જશે. સફળ ઈન્વેસ્ટરોને શેર 22 ડિસેમ્બરે ટ્રાન્સફર થવાની આશા છે. આઈપીઓ શેડ્યૂલ અનુસાર 25 ડિસેમ્બરે નાતાલની રજા હોવાને કારણે શેર મંગળવાર, 26 ડિસેમ્બરના બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે. 

શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
ગ્રે માર્કેટમાં આ શેર અત્યારથી ધમાલ મચાવી રહ્યો છે. આ શેરની પ્રાઇઝ બેન્ડ 52થી 55 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો શેરનું એલોટમેન્ટ 55 રૂપિયા પ્રતિ શેર પર થાય તો ઈન્વેસ્ટરોને મોટી આવક થવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 105 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. એટલે કે કંપનીના શેરનું લિસ્ટિંગ 155 રૂપિયા આસપાસ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news