નવી દિલ્હી : ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રુડ ઓઇલનાં ભાવમાં બે ટકાથી વધારેનો ઉછાળો આવ્યો. ઇરાન દ્વારા બ્રિટિશ ટેંકર જપ્ત કરવાની ઘટના બાદ ખાડી ક્ષેત્રમાં તણાવ વધવાનાં કારણે ક્રુડ ઓઇલની કિંમતોમાં સતત વધારો ત્રીજા દિવસે પણ યથાવત્ત રહ્યો. જો કે સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં થયેલા વધારાથી ભારતીય વાયદા બજારમાં પણ કાચા તેલનાં ભાવમાં આશરે 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ : બાંદ્રામાં MTNL બિલ્ડીંગમાં ભીષણ આગ, અંદાજે 100 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
મલ્ટી કમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર કાચા તેલ ઓગષ્ટ વાયદામાં અચાનક 15.35 વાગ્યે 93 રૂપિયા એટલે કે 2.43 ટકાના ઉછાળા સાથે 3921 રૂપિયા પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ અગાઉ ભાવ 3943 રૂપિયા પ્રતિ બેરલ  સુધી ઉછળ્યો.


મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપની ભારતમાં IRCTC માટે કરશે કામ, ટેંડર બહાર પડાશે
હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
બીજી તરફ આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકાંટિનેંટલ એક્સચેંજ (ICE) પર બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બરના વાયદામાં 2.11 ટકાના વધારા સાથે 63.79 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. જ્યારે આ અગાઉ બ્રેંટ ક્રુડનો ભાવ 64.02 ડોલર પ્રતિબેરલ જેટલો ઉછાળ્યો હતો. બીજી તરફ ન્યૂયોર્ક મર્ટે ટાઇલ એક્સચેન્જ પર અમેરિકી લાઇટ ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઇંટર મીડિએટનાં ઓગષ્ટ ડિલીવરી કોન્ટ્રાક્ટમાં 1.78 ટકાનાં તેજી સાથે 56.62 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે. જ્યારે આ અગાઉ ડબલ્યુટીઆઇનો ભાવ 57.02 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળી હતી.