Black Turmeric Farming: ગુજરાતમાં હળદરની ખેતી તો થાય છે પણ તમે ક્યારે કાળી હદરની ખેતી જોઈ છે. કાળી હળદરની ખેતી કરો ત્યાં ઓછા રોકાણમાં મોટો ફાયદો થઈ શકે છે. તમે હંમેશા પીળી હળદર જોઈ હશે. તેનો ઉપયોગ તમારા રસોડામાં પણ દરરોજ થાય છે. ભારતમાં પણ તેની વ્યાપકપણે ખેતી થાય છે. પરંતુ શું તમે કાળી હળદર વિશે જાણો છો? કાળી હળદર એક એવો પાક છે જેની માગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં રહે છે. આ હળદરની કિંમત પીળી હળદર કરતા અનેક ગણી વધારે છે. જો ખેડૂતો પીળી હળદર કરતાં કાળી હળદરની વધુ ખેતી કરે તો તેમને વધુ નફો મળે છે. આજે અમે તમને આ હળદર સંબંધિત માહિતી આપીશું અને તમને જણાવીશું કે તમે તમારા રાજ્યમાં આ અનોખા હળદરનો પાક કેવી રીતે ઉગાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી


કાળી હળદરની ખેતી કેવી રીતે થાય છે
કાળી હળદરની ખેતી માટે ભરભરી લોમી જમીનની જરૂર છે. સૌથી મોટી વાત એ છે કે જો તમે કાળી હળદરની ખેતી કરી રહ્યા છો તો એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખો કે જ્યાં પણ ખેતર હોય ત્યાં પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે જો ખેતરમાં પાણી બંધ થઈ જાય તો આ હળદર ખૂબ જ ઝડપથી સડી જાય છે. કાળી હળદર એક હેક્ટરમાં લગભગ 2 ક્વિન્ટલ કાળી હળદરના બીયારણની જરૂર પડે છે.


આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર


કઈ રીતે મળે છે આવક
કાળી હળદર પીળી હળદર કરતાં વધુ ઉપજ આપે છે અને બજારમાં તેની કિંમત પણ વધુ છે. 1 કિલો કાળી હળદરનો ભાવ બજારમાં લગભગ 500 થી 5000 રૂપિયામાં મળે છે. કાળી હળદરના ઉત્પાદનની વાત કરીએ તો 1 એકરમાં લગભગ 12 થી 15 ક્વિન્ટલ કાળી હળદરનું ઉત્પાદન થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે પાકને વધુ સિંચાઈની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરળતાથી વધે છે.


કાળી હળદરનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.
આયુર્વેદમાં કાળી હળદરનો વ્યાપક ઉપયોગ થાય છે. તેની મદદથી એન્ટી ફંગલ, એન્ટી અસ્થમા, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી અલ્સર અને મસલ રિલેક્સન્ટ દવાઓ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે આખું વર્ષ બજારમાં આ હળદરની માંગ રહે છે અને જે ખેડૂતો તેની ખેતી કરે છે તેમને સારી રકમ મળે છે.


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube