ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
Why crying is important: વાસ્તવમાં જે લોકો અવારનવાર રડે છે તેમનામાં પોતાના જાતને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જે લોકો નથી રડતા તેમના કરતા વધારે સારી હોય છે. રડવાથી તમારામાં રહેલી માનસિક તાણથી છૂટકારો મળે છે.
Trending Photos
Benefits of crying: મનુષ્ય ભાવનાઓ ધરાવે છે. ક્યારેક ખુબ ખુશ હોય ત્યારે અથવા ખુબ જ દુઃખી હોય ત્યારે ભાવનામાં વહીને રડવા લાગે છે. જો કે રડતાં લોકોને કમજોર માનવામાં આવે છે. લોકો એવું માનવા લાગે છે કે આ તો નાની નાની વાત પર રડે છે તે અંદરથી કમજોર છે. પરંતુ આ વાત સાચી નથી. રડવું પણ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું રડવાના ફાયદાઓ વિશે..
નિષ્ણાંતોના મતાનુસાર રડવું તે એક પ્રકારની થેરાપી છે. આ ક્રિયાથી વ્યક્તિની અંદરની લાગણીઓ બહાર નીકળે છે. આ સાથે જ શરીરના હાનિકારક ટોક્સિન પણ બહાર નીકળી જાય છે. કેટલીક જગ્યાએ તો ક્રાઈંગ થેરાપી લોકોને આપવામાં આવે છે. રડવાથી મન હળવું થઈ જાય છે. રડીને મન હળવું કરી લેતાં લોકો ડિપ્રેશન અનુભવતા નથી. આ સિવાય રડવાથી આંખ બેક્ટેરિયા રહિત થઈ જાય છે. 10 મિનિટ રડવાથી આંખના 90 ટકા બેક્ટેરિયા દૂર થઈ જાય છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર રડવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને બીપી પણ નોર્મલ થઈ જાય છે. ડોક્ટરો એમ પણ જણાવે છે કે દરેક વ્યક્તિએ ભાવુક થવું જ જોઈએ. રડી લેવાથી મન હળવું થઈ જાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી
વાસ્તવમાં જે લોકો અવારનવાર રડે છે તેમનામાં પોતાના જાતને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જે લોકો નથી રડતા તેમના કરતા વધારે સારી હોય છે. રડવાથી તમારામાં રહેલી માનસિક તાણથી છૂટકારો મળે છે. માનસીક તાણ એ એક એવી બાબત છે. જે વ્યક્તિના વ્યસ્ત જીવનની ઉપપેદાશ છે જેનો કોઈ અંત નથી. જ્યારે તમારા પરના મનસિક દબાણના કારણે તમે તમારી જાતને પકડી રાખો છો પણ રડવા નથી દેતા ત્યારે તમારામાં એક નકારાત્મકતા પેદા થાય છે. અને આમ નહીં કરવાથી તમને લાંબા ગાળાની સમસ્યા જેમ કે , ડીપ્રેશન, ડાયાબીટીસ, હૃદય રોગ થઈ શકે છે. તેના કરતાં તો રડી લેવું તે જ યોગ્ય છે.
ઇમોશનલ ઇન્ટેલીજન્સ કે પછી ઇમોશનલ ક્વોશન્ટ જેને આજની આધુનિક ભાષામાં EQ કહેવામાં આવે છે તે આજ કાલ એક મહત્ત્વનો માપદંડ છે. જો તમે તમારી જાતને જરૂર પડે ત્યારે રડવા દો તો તો તમારું ઇમોશનલ ઇન્ટેલીજન્ટ તમે નથી રડતાં તેની સરખામણીમાં સારું હોય છે. તેનો સામાન્ય અર્થ એ થાય છે કે તમે ખરેખર તમારી લાગણીને જાણો છો સમજો છો અને તેની પ્રતિક્રિયા આપો છે.
આ પણ વાંચો: TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
જ્યારે તમે ખુશ થાઓ છો ત્યારે શું તમે તમારું હસવાનું છુપાવી શકો છો અથવા છુપાવો છો ખરા ? નહીંને તો પછી શા માટે તમારે તમારું રડવાનું છુપાવવું જોઈએ. જે લોકો અવારનવાર રડતા હોય છે તેઓ જાણતા હોય છે કે રડવાથી તેમના મનને શાંતિ મળે છે અને રડ્યા બાદ તેઓ હળવાશ અનુભવતા હોય છે. જે લોકો રડીને પોતાની લાગણી અભિવ્યક્ત કરે છે તેમને સમાજ શું કહેશે તેની કંઈ પડી નથી હોતી. ઘણા લોકો દુખી હોવા છતાં રડતા નથી કારણ કે તેમને બીજા લોકોની ચિંતા હોય છે કે હું રડીશ તો એ લોકો શું કહેશે.તો હવે પછી ક્યારેય તમને રડવું આવે તો રડવાનું દબાવવું નહીં. તમારી લાગણીને માન આપો અને તમારી લાગણીને તેની જાતે જ અભિવ્યક્ત થવા દો પછી તે રડવું હોય કે હસવું હોય.
આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: માન્યામાં નહીં આવે પણ સાચું છે, પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે