Currency Note Latest News: દેશભરમાં નોટ વિતરણ બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી ન હોત તો હવે તમારી પાસે બીજી તક છે. RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) તરફથી મોટી માહિતી સામે આવી રહી છે. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની નોટો છે? જો હા, તો ચાલો જાણીએ કે સરકારે શું વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર, મળશે શહેર જેવી સુવિધાઓ


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો એક પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવાની વાત છે. વાયરલ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ વિદેશી નાગરિકો માટે ભારતીય ડિમોનેટાઈઝ્ડ ચલણી નોટો બદલવાની સુવિધાને આગળ વધારી છે.


ઓહ!!! ગજબની ઓફર: હવે માત્ર ઘર અને કાર જ નહીં પણ EMI પર કેરી મળશે


સત્ય શું છે
જ્યારે આ પોસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે ગંભીરતા જોતા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB ફેક્ટ ચેક)ની ફેક્ટ ચેક ટીમે મામલાની તપાસ કરી અને તેનું સત્ય બહાર લાવ્યું. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધા વધારવાનો દાવો ખોટો છે.


હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: મોડેલને એક રાત માટે કાર આવે એટલા મળતા હતા રૂપિયા


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવા અંગે ટ્વીટ કરીને તેમણે કહ્યું કે વિદેશી નાગરિકો માટે ભારતીય ડિમોનેટાઈઝ્ડ ચલણી નોટો બદલવાની સુવિધા 2017માં સમાપ્ત થઈ ગઈ છે. 500 અને 1000ની નોટો બદલવાને લઈને આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.