હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: મોડેલને એક રાત માટે એક કાર આવે એટલા મળતા હતા રૂપિયા

High profile sex racket busted: મુંબઈના અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે બે વરિષ્ઠ મહિલાઓ સહિત અન્ય ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ સાથે ત્રણ મોડલને પણ પોલીસે બચાવી લીધા હતા.

હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: મોડેલને એક રાત માટે એક કાર આવે એટલા મળતા હતા રૂપિયા

High profile sex racket busted: અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મોડેલને પકડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડેલને એક રાત માટે 2 થી 3 લાખ રૂપિયા મળતા હતા. આ સાથે બે વૃદ્ધ મહિલા સહિત અન્ય ત્રણ મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે મોડેલને એક રાતના 2 થી 3 લાખ રૂપિયા મળતા હતા. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હવે પોલીસ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. માનવામાં આવે છે કે આ મામલાને લઈને ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.

નોઈડાની ઓયો હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ
કહેવામાં આવી રહ્યું છે કે આ સેક્સ રેકેટ ખૂબ જ હાઈપ્રોફાઈલ રીતે ચલાવવામાં આવતું હતું. અંબોલી પોલીસના વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ આરોપી મહિલાઓમાંથી બે આરોપી મહિલાઓ વૃદ્ધ છે, જેમની ઉંમર 65 વર્ષની છે. તે બોલિવૂડની મોટી પાર્ટીઓમાં હાજરી આપે છે. પાર્ટી દરમિયાન આ મહિલાઓ એવી મોડલ અને ટીવી એક્ટર્સનો સંપર્ક કરતી જેમને પૈસાની જરૂર હોય છે.

પોલીસે પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું હતું
શરૂઆતમાં પોલીસને માહિતી મળી હતી કે ત્રણ મહિલા આરોપીઓમાંથી એક જ્યોતિષી હોવાનો દાવો કરે છે. તે કથિત રીતે દેહવ્યાપારમાં સામેલ છે. આ માહિતીના આધારે, મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી અને 5 એપ્રિલની રાત્રે સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું. ત્યારબાદ અંધેરી પશ્ચિમના શાસ્ત્રી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405 પર દરોડો પાડ્યો.

પોલીસે બે વૃદ્ધ મહિલાઓની ધરપકડ કરી હતી
પોલીસે 65 વર્ષીય સુનીતા ઝા, 64 વર્ષીય મધુ અને 31 વર્ષીય ટ્વિંકલ ઝા સહિત ત્રણ મહિલાઓને સ્થળ પરથી પકડી પાડી હતી. આરોપી મહિલા મુંબઈના અંધેરી વેસ્ટમાં એક પોશ બિલ્ડિંગમાં રહેતી હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news