Dearness Allowance News:કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, આ લોકોને મળશે DAમાં 15% વધારાનો ફાયદો
7th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી દિવાળીના અવસરે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. સાતમા પગાર પંચ હેઠળ સરકારે કર્મચારીઓનું ડીએ 4 ટકા વધારીને 46 ટકા કરી નાખ્યું હતું. હવે છઠ્ઠા અને પાંચમા પગાર પંચ મુજબ પગાર મેળવનારા કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે.
7th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી દિવાળીના અવસરે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. સાતમા પગાર પંચ હેઠળ સરકારે કર્મચારીઓનું ડીએ 4 ટકા વધારીને 46 ટકા કરી નાખ્યું હતું. હવે છઠ્ઠા અને પાંચમા પગાર પંચ મુજબ પગાર મેળવનારા કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધાર્યું છે.
ડીએમાં કેટલો વધારો
છઠ્ઠા પગાર પંચ હેઠળ આવનારા કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉદ્યમો(CPSE)ના કર્મચારીઓ માટે બેસિક પગાર પર ડીએ હાલ 221% થી વધારીને 230% કરવામાં આવ્યો છે. એટલે કે આ વખતે તેમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાનો બદલાયેલો દર કર્મચારીઓ માટે 1 જુલાઈ 2023થી પ્રભાવી થશે. સરકાર તરફથી પાંચમા પગાર પંચના દાયરામાં આવનારા કર્મચારીઓનું ડીએ પણ વધારવામાં આવ્યું છે. આ કર્મચારીઓના ડીએ બે કેટેગરી પ્રમાણે વધારવામાં આવ્યા છે.
15 ટકાનો વધારો કરાયો
એવા કર્મચારીઓ જેમની બેઝિક સેલેરી સાથે 50 ટકા ડીએ મર્જ થવાનો ફાયદો આપવામાં આવ્યો નથી. એવા કર્મચારીઓને હાલ 462% ડીએ વધારીને 477% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કર્મચારીઓના બેઝિક પગારમાં 50 ટકા ડીએના મર્જ થવાનો ફાયદો અપાયો છે, તેમના ડીએનો હાલનો દર 412 ટકાથી વધારીને 427 ટકા કરાયો છે. આ રીતે બંને કેટેગરીના કર્મચારીઓને 15 ટકા ડીએ વધારાનો ફાયદો મળી રહ્યો છે.
સાતમા પગાર પંચ હેઠળ ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને 4 ટકા વધારવામાં આવ્યો હતો. તે સમયે કર્મચારીઓનો ડીએ 42 ટકા હતો, જેને વધારીને સરકારે 46 ટકા કરી દીધો. નવા દરને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવ્યો. સરકારના આ નિર્ણયનો ફાયદો 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube