What is Dark Patterns: 'ડાર્ક પેટર્ન' અંગે લોકોને ખૂબ જ સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે સરકાર દ્વારા પણ પગલા લેવામાં આવ્યા છે અને સરકારે લોકો પાસેથી અભિપ્રાય પણ માંગ્યા છે. હકીકતમાં સરકારે ડાર્ક પેટર્નના નિવારણ અને નિયમન માટે તૈયાર કરેલા ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર જાહેર ટિપ્પણીઓ માંગી છે. તેના દ્વારા લોકોનો અભિપ્રાય પણ જાણી શકાય છે. જો કે, મોટાભાગના લોકો જાણતા નથી કે ડાર્ક પેટર્ન શું છે. તો ચાલો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી વરસાદે ગુજરાતમાં જમાવટ શરૂ કરી! આ 12 જિલ્લામા ધોધમાર, 51 તાલુકાઓમાં વરસાદી માહોલ


'ડાર્ક પેટર્ન'
ડાર્ક પેટર્નનો તાત્પરણ એવી રણનીતિથી છે, જેના દ્વારા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ શકે છે. સીધી રીતે આ યુક્તિ ઓનલાઈન ગ્રાહકોને છેતરવાની છે. જ્યારે, ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં ઓનલાઈન ફોરમ દ્વારા અપનાવવામાં આવી રહેલી વિવિધ ભ્રામક પ્રથાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે, જે ગ્રાહકોના હિતોની વિરુદ્ધ છે.


આ આગાહી વાંચી ફરવા જવાનો પ્લાન કરવો પડશે કેન્સલ! આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી


સૂચનો અથવા ટિપ્પણીઓ
સત્તાવાર નિવેદન અનુસાર, મંત્રાલયે 5 ઓક્ટોબર સુધીના 30 દિવસની અંદર ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર જાહેર ટિપ્પણીઓ/સૂચનો માંગ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ગદર્શિકા વેચાણકર્તાઓ અને જાહેરાતકર્તાઓ સહિત તમામ લોકો અને ઑનલાઇન પ્લેટફોર્મ પર લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જેઓ આ માટે સૂચનો અથવા ટિપ્પણીઓ આપવા માંગતા હોય, તેઓ તે આપી શકે છે.


અમદાવાદમાં ફરી મેઘરાજાની પધરામણી; જન્માષ્ટમીના દિવસે આ વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ


નિષ્પક્ષ અને પારદર્શક બજારને પ્રોત્સાહન
મંત્રાલયે કહ્યું કે તે ઉપભોક્તા હિતોનું રક્ષણ કરવા અને વાજબી અને પારદર્શક બજારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, "સૂચિત માર્ગદર્શિકા ઉદ્યોગને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે." વાસ્તવમાં, સરકાર ગ્રાહકો સાથે છેતરપિંડી રોકવાની તૈયારી કરી રહી છે અને આ દ્વારા સરકારે એક પગલું પણ લીધું છે, જેથી આગામી દિવસોમાં ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીથી સુરક્ષિત કરી શકાય છે.


જન્માષ્ટમીના પર્વે ડૂબવાથી 5ના કરૂણ મોત, છોટા ઉદેપુરમાં 2 અને સાબરમતી નદીમા 3 ડૂબ્યા