જન્માષ્ટમીના પર્વે ડૂબવાથી 5ના મોત, છોટા ઉદેપુરમાં બે વિદ્યાર્થી અને સાબરમતી નદીમાં 3 યુવકોના મોત
Mahesana News: મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં રાજપૂત પરિવારના 3 યુવક ડુબી જતાં મોત થયા છે, ત્રણેય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વલાસણા સાબરમતી નદીમાં રાજપૂત પરિવારના એક સાથે 3 યુવક સહિત 4 યુવકો ડુબી જતાં તેમના કરૂણ મોત થયા છે. જો કે 4માંથી1 યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાતા એક યુવકની જિંદગી બચી ગઇ છે. તહેવારો ટાણે ઘરમાં માતમ છવાતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબી જતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે 4માંથી1 યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાતા એક યુવકની જિંદગી બચી ગઇ છે. જ્યારે અન્ય ત્રણેયના મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાયા છે.
ત્રણેય મૃતકની ડેડબોડી વડનગર સિવિલ ખાતે ખસેડાઇ છે. ત્રણેય મૃતક યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકમગ્ન બન્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ ખાતે દોડી આવ્યા હતા. જન્માષ્ટમીના પર્વમાં ખુશીનો દિવસ માતમમાં ફરેવાઇ ગયો છે.
ભેખડીયા ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત
ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયની ગંભીર બેદરકારીના કારણે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જેના કારમે સમગ્ર પંથકમાં ટ્રસ્ટના સંચાલકો સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે. છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં તળાવમાં 2 વિદ્યાર્થીઓ ડૂબતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભેખડીયા ગામની કુમાર છાત્રાલયના 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. રાઠવા કેશવ, પોપટ આમસોટા નામના વિદ્યાર્થી શાળાએથી છૂટ્યા બાદ ઘાસ કાપવા જતી વેળાએ આ ઘટના બની હતી. જે અંગે સ્થાનિક લોકોને જાણ થયા બાદ ફાયર ફાયટર અને રેસ્ક્યૂને જાણ કરતા ટીમ દોડી ગઈ હતી. આ દરમિયાન તપાસમાં બનેંના મૃતદેહ મળી આવતા પરિજનોમાં રોકકાળ ફેલાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે