ડુંગળી-બટાકા-ટામેટાએ બગાડ્યું બજેટ, છુટક મોંઘવારીમાં 6 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- કોરોનાકાળમાં પણ 7 મહિનાથી સતત છુટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકના નક્કી કરાયેલ માપદંડથી ઉપર જોવા મળ્યો છે.
- છૂટક મોંઘવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે.
નરેશ ધારાણી/અમદાવાદ :તહેવારોની સીઝનમાં ફળ અને શાકભાજી મોંઘા થતા દરેક ઘરના બજેટ બગડ્યા છે. પરંતુ બટાટા, ડુંગળી અને ટામેટાએ તો તમામ રેકોર્ડની સાથે મધ્યમવર્ગની કમર પણ તોડી નાખી છે. ઓક્ટોબરમાં બટાટા, ટામેટા અને ડુંગળી 6 વર્ષનો રેકોર્ડ તોડી સૌથી ઉંચો છૂટક મોંઘવારી દર નોંધાયો છે. જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, મે 2014 બાદ આ વર્ષે ઓક્ટોબરમાં લોકોએ સૌથી વધુ મોંઘવારીનો માર સહન કર્યો છે.
સરકારી આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2020માં કન્ઝ્યૂમર પ્રાઈમ ઈન્ડેક્સ પર આધારિત છુટક મોંઘવારી દર વધીને 7.61 ટકા થઈ ગયો છે. જે ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં 7.27 ટકા હતો. ખાણીપીણીની ચીજવસ્તોઓ સસ્તી થતા ઓગસ્ટ 2020માં મોંઘવારી દર 6.69 ટકા પર આવી ગયો હતો. પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવ વધતા મોંઘવારી દર પણ વધ્યો છે.
આ પણ વાંચો : ભવિષ્યમાં કરોડોમાં રમતો થઈ જશે ધોની, એવા બિઝનેસમાં કર્યું છે ઈન્વેસ્ટ
ખાદ્ય ચીજવસ્તુઓમાં ધરખમ વધારાથી છુટક મોંઘવારી દર આસમાને પહોંચ્યો છે. ઓક્ટોબરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનો છુટક મોંઘવારી દર 11 ટકા પર પહોંચ્યો છે. શાકભાજી અને દાળની કિંમતોમાં ભારે વધારો થતા ચલણી સ્કીમોમાં તેજી જોવા મળી હતી. ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર ઓગસ્ટમાં 9.05 ટકા હતો. જે વધીને સપ્ટેમ્બરમાં 10.68 ટકા થયો. જેમાં ભારે ઉછાળા સાથે ઓક્ટોબર સુધી છૂટક મોંઘવારી દર 11 ટકાને પાર પહોંચ્યો હતો. જે હજુ સુધી તળિયે ના આવતા લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.
આ પણ વાંચો : ધનતેરસ પર સસ્તુ સોનુ ખરીદવુ છે? તો Gold Schemeમાં કરો ફટાફટ ઈન્વેસ્ટ
એક તરફ કોરોનાના કારણે દરેક ક્ષેત્રમાં મંદીના વાદળો છવાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોનાકાળમાં પણ 7 મહિનાથી સતત છુટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકના નક્કી કરાયેલ માપદંડથી ઉપર જોવા મળ્યો છે. સરકારે RBIને છુટક મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનું કહ્યું છે. જો છુટક મોંઘવારી દર 6 ટકાથી વધી જાય તો સામાન્ય લોકો પર બોજો પડે છે.
વ્યાજ દરમાં રાહતની આશા પર પાણી ફરી વળ્યું
છૂટક મોંઘવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે. છૂટક મોંઘવારી વધતા હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વ્યાજ દર ઘટાડવામાં સમસ્યા સર્જાશે. જેથી લોકોની વ્યાજ દર માફીની આશા પર બ્રેક લાગી ગઈ છે.