ભવિષ્યમાં કરોડોમાં રમતો થઈ જશે ધોની, એવા બિઝનેસમાં કર્યું છે ઈન્વેસ્ટ
Trending Photos
- ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ MS Dhoni હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે
- મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ એમએસ ધોની (MS Dhoni) હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે. તે એવા પ્લાનમા ઈન્વેસ્ટ કરી રહ્યા છે જ્યાં થોડા વર્ષો બાદ તેઓ કરોડોમાં આળોટતા થઈ જશે. રાંચીમાં મધ્યપ્રદેશના ઝાબુઆ (Jhabua) જિલ્લામાં મળી આવતા કડકનાથ મરઘા (Kadaknath Chicken)ના ફાર્મિંગ પર નજર કરીએ તો ધોનીએ અહી મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેમ કે, તેઓએ 2000 બચ્ચા ખરીદવાનો ઓર્ડ ઝાબુઆ જિલ્લાના ખેડૂતોને આપ્યો છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે. ધોનીએ અહીં નાના બચ્ચા ખરીદવાનો મોટો ઓર્ડર આપ્યો છે. આદિવાસી ખેડૂત વિનોદ મેંડાને વળતર ચૂકવાની 2 હજાર બચ્ચા 15 ડિસેમ્બર સુધી રાંચી મોકલવાનો ઓર્ડર તેઓએ આપ્યો છે.
આ પણ વાંચો : ધનતેરસ પર સસ્તુ સોનુ ખરીદવુ છે? તો Gold Schemeમાં કરો ફટાફટ ઈન્વેસ્ટ
ઝાબુઆના કડકનાથ મરઘા અનુસંધાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. આઈએસ તોમરે મીડિયાને જણાવ્યું કે, ધોનીએ પોતાના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. પરંતુ કેન્દ્રમાં એટલી માત્રામાં બચ્ચા ન હતા. તેથી તેઓએ ઝાબુઆના થાંદલા ગામના આદિવાસી ખેડૂતોનો સંપર્ક કર્યો છે. જે કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરે છે.
ઉલ્લેખનીય છે કે, કડકનાથ મરઘા મધ્યપ્રદેશના ઝાબુઆની ઓળખ છે. ભારત સરકાર દ્વારા કડકનાથને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યું છે. આ મરઘા કાળા રંગના હોય છે. તેમનું રક્ત કાળું, હડ્ડી કાળી અને કાળા માંસની સાથે તે લઝીઝ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મરઘા ફેટ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે