નવી દિલ્હી: 1 ડિસેમ્બરથી નવા મહીનાની શરૂઆત થઇ રહી છે. પરંતુ દર વખતની માફક આ મહીને પણ બેંક બંધ રહેશે. પ્રાપ્ત જાણકારી અનુસાર વિભિન્ન રાજ્યોમાં December મહીના 12 દિન બેંક હોલિડે (Bank Holidays)છે. આગામી મહિને પ્લાનિંગ કરતાં ફરી એકવાર તમે પણ આ લિસ્ટને જરૂર ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ India.comના અનુસાર ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)તરફથી ડિસેમ્બર મહિનામાં આવનાર રજાઓની યાદી (December list of Holiday)પહેલાં જ જાહેર થઇ ચૂકી છે. તમામ રવિવારે દેશભરની તમામ બેંક પહેલાંથી જ બંધ રહે છે. આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા રહે છે. આ રૂટીનની રજાઓ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અવકાશના દિવસે અને અન્ય ક્ષેત્રીય અવકાશના દિવસે પણ બેંક બંધ (Bank Closed)રહે છે. 


એવામાં પોતાના જરૂરી કામ પુરા કરવા બેંક જવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોને આ જરૂર જાણી લેવું જોઇએ કે આ મહિને તેમના વિસ્તારમાં કઇ કઇ બેંકોમાં રજા રહેશે. તેના માટે તેમની પોતાની બેંક બ્રાંચની સત્તાવાર વેબસાઇટ પર જવું જોઇએ. 


List of Bank Holidays in December 2020:
ડિસેમ્બર 1: નાગાલેંડમાં રાજ્ય સ્થાપના દિવસની રજા
ડિસેમ્બર 1: અરૂણાચલ પ્રદેશમાં રાજ્ય સ્થાપના દિવસની રજા
ડિસેમ્બર 3: કર્ણાટકમં કનાકાડસી જયંતિ (Kanakadasa Jayanti)
ડિસેમ્બર 3: ત્રિપુરામાં વર્લ્ડ ડિસએબ્લ્ડ ડે 
ડિસેમ્બર 3: ગોવામાં  Feast of St. Francis Xavire ડેની રજા
ડિસેમ્બર 5: શેખ મોહમંદ અબ્દુલ્લાનો જન્મદિવસ
ડિસેમ્બર 6: રવિવાર
ડિસેમ્બર 12: બીજો શનિવાર
ડિસેમ્બર 13: રવિવાર
ડિસેમ્બર 18: મેઘાલયમાં યૂ સોસો થામની પુણ્યતિથિ
ડિસેમ્બર 18: છત્તીસગઢમાં ગુરૂઘાસી દાસ જયંતિ
ડિસેમ્બર 19: ગોવા લિબરેશન ડે 
ડિસેમ્બર 19: પંજાબમાં ગુરૂ તેગ બહાદુર જી શહીદી દિવસ
ડિસેમ્બર 20: રવિવાર
ડિસેમ્બર: 25 ક્રિસમસ 
ડિસેમ્બર 27: રવિવાર
ડિસેમ્બર 30: સિક્કિમમાં તામૂ લોસર 
ડિસેમ્બર 30: મેઘાલયમાં કિયાંગ નંગબાહ
ડિસેમ્બર 30: મણિપુરમાં ન્યૂ ઇયર ઇવની રજા


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube