ડિફેન્સ બજેટમાં અધધધ વધારો, ઇતિહાસમાં પહેલીવાર લેવાયો નિર્ણય
ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલે જાહેરાત કરી છે ઇન્ડિયન ડિફેન્સ ફોર્સને સરકાર તેમજ નાગરિકો તરફથી પુરતો ટેકો આપવામાં આવશે
નવી દિલ્હી : આજે જાહેર કરાયેલા બજેટમાં ભારતની ડિફેન્સ ફોર્સ માટે 3 લાખ કરોડ રૂપિયા કરતા વધારે રકમની ફાળવણી કરવામાં આવી છે. ઇતિહાસમાં આ નિર્ણય પહેલીવાર લેવામાં આવ્યો છે. ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલે જાહેરાત કરી છે ઇન્ડિયન ડિફેન્સ ફોર્સને સરકાર તેમજ નાગરિકો તરફથી પુરતો ટેકો આપવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે નરેન્દ્ર મોદી મોદી સરકારે વન રેન્ક વન પેન્શન હેઠળ અત્યાર સુધી રૂપિયા 35,000 કરોડ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં આ વાતનું વચન આપ્યું હતું જે પક્ષે પાળી બતાવ્યું છે.
Budget 2019: મજૂરોને પેંશન, 100 રૂપિયાના પ્રીમિયમ પર દર મહિને મળશે 3000
વચગાળાનું બજેટ રજૂ કરતાં કાર્યવાહક નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે, આપણાં સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં દેશની રક્ષા કરી રહ્યા છે. સરકાર સૈનિકોના હિતોને ધ્યાનમાં રાખી રહી છે. તેમણે જણાવ્યું કે, વન રેન્ક, વન પેન્શન યોજના અંર્તગત સરકારે રિટાયર્ડ સૈનિકોને રૂ. 35 હજાર કરોડ આપ્યા છે. સૈનિકોની આ માંગણી 40 વર્ષથી પેન્ડિંગ હતી.
ડિફેન્સ સેક્ટર માટે વર્ષ 2018માં નાણાપ્રધાન અરુણ જેટલીએ 2,95,511 કરોડની ફાળવણી કરી હતી. આ હિસાબે વચગાળાના બજેટમાં મોદી સરકારે દેશના રક્ષા બજેટમાં 5000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે વર્ષ 2017માં ડિફેન્સ સેક્ટર માટે 2.74 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ હિસાબે ડિફેન્સ બજેટમાં 7.81 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે બજેટમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ રક્ષા ઉત્પાદન નીતિ 2018ની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય રક્ષા ઉત્પાદન ક્ષેત્રે એફડીઆઈમાં ઉદાર બનવાની સાથે સાથે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટના દરવાજા ખોલી દીધા છે.