Budget 2019: મજૂરોને પેંશન, 100 રૂપિયાના પ્રીમિયમ પર દર મહિને મળશે 3000

કેંદ્વની નરેંદ્વ મોદી સરકારે ચૂંટણીના વર્ષમાં પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. 'સબકા સાથ સબકા વિકાસ'ના નારા સાથે પાંચ વર્ષ સુધી રાજ કરનાર સરકાર હવે લોકસભાની ચૂંટણીના અંતિમ પડાવ પર છે. એવામાં સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કારીગરો માટે પેંશન સ્કીમની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ માત્ર 100 રૂપિયાના યોગદાનથી 60 વર્ષથી ઉપરના કારીગરોને 3000 રૂપિયા દરમહિને પેંશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

Budget 2019: મજૂરોને પેંશન, 100 રૂપિયાના પ્રીમિયમ પર દર મહિને મળશે 3000

નવી દિલ્હી: કેંદ્વની નરેંદ્વ મોદી સરકારે ચૂંટણીના વર્ષમાં પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. 'સબકા સાથ સબકા વિકાસ'ના નારા સાથે પાંચ વર્ષ સુધી રાજ કરનાર સરકાર હવે લોકસભાની ચૂંટણીના અંતિમ પડાવ પર છે. એવામાં સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કારીગરો માટે પેંશન સ્કીમની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ માત્ર 100 રૂપિયાના યોગદાનથી 60 વર્ષથી ઉપરના કારીગરોને 3000 રૂપિયા દરમહિને પેંશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

કેંદ્વીય મંત્રી પિયૂષ ગોયલે આ જાહેરાત કરતાં કહ્યું કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર મજૂરોનું દેશને બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. તેના માટે મોદી સરકારે વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજનાની જાહેરાત કરી છે. આ એક પેંશન સ્કીમ છે જેના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર 60 વર્ષથી ઉપરથી મજૂરોને 3000 રૂપિયાનું માસિક પેંશન આપવાનું સુનિશ્વિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પેંશનનો લાભ બધા બધા મજૂરોને 100 રૂપિય દર મહિને ચૂકવવા પર મળી શકે છે. 

પિયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકારે શરૂથી જ મહિલાઓ, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં કામ કર્યું છે. જેના હેઠળ સરકારે સ્વચ્છ ઇંધણ પુરૂ પાડવા માટે ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ એલપીજી કનેક્શનનો ટાર્ગેટ રાખ્યો છે, જેમાંથી 6 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે માતૃવંદના યોજના લાગૂ કરવામાં આવી છે. 

પિયૂષ ગોયલે કહ્યું કે ગામની આત્માને યથાવતા રાખવા તેનો સામૂહિક વિકાસ આ સરકારનો ધ્યેય રહ્યો છે. તેના હેઠળ આજે વડાપ્રધાન ગ્રામ સડક યોજના દ્વારા દરેક ગામમાં પાકો રોડ પહોંચડાવવાની ગતિ ત્રણ ગણી વધી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશનને દેશની જનતાને આંદોલન તરીકે લીધું અને તેમના વ્યવહારમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આ યોજના હેઠળ 98 ટકા ગ્રામીણ ભારત કવર કરી ચૂક્યા છે. તો બીજી તરફ 5.45 લાખ ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ચૂક્યા છે. 

પિયૂષ ગોયલે કહ્યું કે પહેલા દેશનો ગરીબ વિચારતો હતો કે તે પોતાની કમાણીનો ખર્ચ દરરોજની જરૂરિયાતો પર કરે અથવા પોતાના પરિવારની સારવાર પાછળ. પરંતુ નરેંદ્ર મોદીએ દુનિયાની મોટી હેલ્થ ઇંશ્યોરન્સ સ્કીમ લોન્ચ કરી જેનો લાભ દેશના 50 કરોડ ગરીબ પરિવારોને મળશે. પિયૂષ ગોયલે કહ્યું કે એ જણાવતાં ખુશી થાય છે કે આ સ્કીમ હેઠળ 10 લાખ લોકો સારવાર કરાવી ચૂક્યા છે. જેનાથી ગરીબોના કુલ 3000 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ થતાં બચ્યા છે. 

તેમણે કહ્યું કે સરકારે સમાજિક ન્યાય મંત્રાલય અને નીતિ આયોગ એક કમિટીની રચના કરવામાં આવી છે. જેનું કામ તેમની ઓળખ કરવાનું છે. જેથી એક જગ્યાએ સ્થાયી ન રહેનાર આ લોકો પણ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news